ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

તમારા બેંકના જરૂરી કામકાજ આજે જ પતાવી લેજો, જુલાઇમાં આટલા દિવસ બંધ રહેશે બેંક

હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતાજનક વાતાવરણ છે. પરંતુ આ વિનાશક રોગચાળામાં લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેંકો સતત ચાલુ રાખવામાં આવી હતી. લોકોની સુવિધા માટે દેશની તમામ બેંકો ખોલવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પણ, આરબીઆઈએ લોકોને સલાહ આપી છે કે, લોકોએ જરૂરી કામ હોય તો જ બેંકમાં આવવું જોઈએ. જેથી બેંક કાર્યકરને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ સાથે, બેંકોના ખોલવાનાં સમયમાં થોડો ફેરફાર થયો હતો. પરંતુ બેંકના કર્મચારીઓ લોકડાઉન દરમ્યાન કામ કરી રહ્યા હતા.

બે દિવસ પછી એટલે કે, 31 જુન આ મહિનાની અંતિમ તારીખ છે. ત્યાર પછી બુધવારથી જુલાઇ મહીનાની શરૂઆત થઇ રહી છે. એવામાં એ પણ જરૂરી છે કે, અત્યારથી જ લોકોને પોતાના બેંક સાથે જોડાયેલી જાણકારી મળી જાય જેથી કોઇ જરૂરી કામ ન અટકાય. એટલા માટે અમે તમને જણાવી રહ્યા છીએ કે આગામી મહિને આવનાર રજાઓ જેથી સમયસર તમે કામ પતાવી શકો.

આ દિવસે બંધ રહેશે બેંક

તમામ સરકારી અને ખાનગી બેંકોમાં કેટલીક રજાઓ અનિવાર્ય છે. મહિનામાં આગામી તમામ રવિવાર અને બીજા શનિવારે બેંક બંધ રહેશે. આ મુજબ 5, 11, 12, 19, 25 અને 26 જુલાઇના રોજ શનિવાર અને રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 30 અથવા 31 જુલાઇના રોજ બકરી ઇદનો તહેવાર આવવાનો છે. તો કુલ મળીને આગામી મહિને સતત 7 દિવસ બેંકોમાં કામ બંધ રહેશે.

ઓગષ્ટમાં પણ આટલા દિવસ રહેશે બંધ બેંક

ઓગસ્ટ મહિનામાં પણ બેંકમાં રજાઓ છે. ઓગસ્ટ મહિનામાં રક્ષા બંધન અને કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર પણ છે. શનિવાર અને રવિવાર વિશેની પ્રથમ વાત, 2, 8, 9, 16, 22, 23, 29 અને 30 ને શનિવાર અને રવિવાર હોવાને કારણે રજા રહેશે. તે પછી, 03 ઓગસ્ટે  રક્ષાબંધનને કારણે બેંકમાં રજા હશે. 11 ઓગસ્ટનો દિવસે જન્માષ્ટમી છે, જેના કારણે બેંકમાં રજા છે. 15 ઓગસ્ટે  સ્વતંત્રતા દિવસ, 21 ઓગસ્ટે તીજ, 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થી, 30 ઓગસ્ટે મોહરમ, 31 ઓગસ્ટે ઓણમને કારણે સ્થાનિક રજા રહેશે.

હાલમાં લોકડાઉનના કારણે કામ-ધંધા બંધ હતા. આ દરમિયાન તમારી પાસે ઘરેબેઠા કમાવવાની તક છે. કોરોના મહામારીના લીધે મોટભાગના લોકો હાલ ઘરેથી બહાર નિકળી રહ્યા છે. એવામાં અમે તમને પૈસા કમાવવાની એક સરળ અને શાનદાર રીત છે. તમે ફક્ત નામની ભલામણ કરીને ઘરેબેઠા 10,000 રૂપિયા કમાઇ શકો છો.

કરવું પડશે આ સરળ કામ

IRDAIએ આ ત્રણ વિમા પોલીસીના નામ માટે લોકોના અભિપ્રાય માંગ્યા છે. જો તમારી સલાહ IRDAI ને પસંદ આવશે તો 10 હજાર રૂપિયા અને એક પમાણપત્ર મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: