કાલથી જ બદલાઈ જશે બેંકના આ નિયમો- આજે જ પતાવી લો કામ, નહિતર સીધી ગજવા પર પડશે અસર

આવતા મહિને એટલે કે આવતી કાલે બેંકમાં ઘણા-બધા ફેરફારો થવા જઈ રહ્યા છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) બજેટ (Budget 2022-23) રજૂ કરશે. જેનાથી…

આવતા મહિને એટલે કે આવતી કાલે બેંકમાં ઘણા-બધા ફેરફારો થવા જઈ રહ્યા છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) બજેટ (Budget 2022-23) રજૂ કરશે. જેનાથી દેશની અર્થવ્યવસ્થામાં બદલાવ લાવી શકાય છે, ત્યારે બીજી બાજુ સામાન્ય લોકોના જીવનને પણ અસર થશે. બજેટ દરમ્યાન 1 ફેબ્રુઆરીથી(1 February) કેટલીક બેંકો તેમના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે.

SBI બેંક 1 ફેબ્રુઆરીથી પૈસા ટ્રાન્સફર કરવાના નિયમોમાં પણ ફેરફાર કરશે. 2 લાખથી રૂ. 5 લાખ વચ્ચેના નાણાં ટ્રાન્સફર કરવા માટે બેંક IMPS દ્વારા રૂ. 20+ GST ચાર્જ વસૂલશે. ઑક્ટોબર 2021 માં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનની રકમ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી હતી.

બેંક ઓફ બરોડાના નિયમો બદલાશે
બેંક ઓફ બરોડા(Bank of Baroda) પણ 1 ફેબ્રુઆરીથી ચેક ક્લિયરન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરી રહી છે. 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. એટલે કે ચેકથી સંબંધિત માહિતી મોકલવાની રહેશે, તો જ ચેક ક્લિયર થશે. આ ફેરફારો રૂ. 10 લાખથી વધુના ચેક ક્લિયરન્સ માટે છે.

PNBના નિયમો કડક હશે
પંજાબ નેશનલ બેંક (PNB) જે નિયમો બદલવાની છે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જો તમારા ખાતામાં પૈસા ન હોવાને કારણે હપ્તો અથવા રોકાણ નિષ્ફળ જાય છે, તો તમારે 250 રૂપિયાનો દંડ ભરવો પડશે. અત્યાર સુધી આ દંડ 100 રૂપિયા હતો.

ગેસ સિલિન્ડરની કિંમત
એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. આ વખતે જોવાનું રહેશે કે 1લી ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવમાં શું વધઘટ થાય છે. જો ભાવ વધશે તો તેની અસર તમારા ખિસ્સા પર ચોક્કસ પડશે.

રજૂ કરવામાં આવશે બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આમાં, પ્રત્યક્ષ અને પરોક્ષ કર (વ્યક્તિગત આવકવેરાના દર) સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ શકે છે. બજેટ તમારા નાણાકીય જીવનમાં ઘણા વધુ ફેરફારો લાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *