બારડોલી પોલીસની 181 અભયમએ યુવતીને બચાવી- જાણો કેવી રીતે યુવકે કરી હતી બ્લેકમેઈલ

Published on: 6:05 pm, Mon, 16 May 22

આજકાલ ગુજરાતમાં ઘણાં બધા છેડતીના બનાવો બને છે. તો ક્યારેક છેડતી કરનારને લોકો પકડીને પોલીસ હવાલે કરી દે છે સાથે સાથે ગુજરાતમાં અવારનવાર લુંટ, ખૂન, અપહરણની ઘટનાઓ બને છે તો ક્યારેક ગુનેગારો સરજાહેરમાં પણ ગુનાને અંજામ આપી દેતા હોય છે તો ઘણીવાર પોલીસની ટીમની સતર્કતાને કારણે ગુનાઓ અટકી જાય છે અને ગુનાને બનતા પેહલા જ અટકાવી દેવામાં આવે છે.

હાલમાં યુવતીની છેડતી અને હેરાનગતિની સામે પોલીસની 181 મહિલા પોલીસ અભયમ વ્હારે આવી હતી અને તેને બચાવી લીધી હતી. સુરત જિલ્લાને અડીને આવેલા બારડોલી શહેરમાં એક શરમજનક ઘટના સામે આવી હતી, પણ હાંશકારો એ વાત નો છે કે પોલીસની અભયમ ટીમ દ્વારા ખુબજ સારી કામગીરી કરીને યુવતીને બચાવી લેવામાં આવી હતી. તેમજ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે પલસાણા તાલુકાની એક યુવતીએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરીને જણાવ્યું કે, એક યુવક તેને કેટલાય સમયથી મોબાઈલ ફોન કરીને મળવાની માંગણી કરી રહ્યો છે. જેથી બારડોલી સ્થિત અભયમ રેસ્ક્યું ટીમે યુવતીને મદદ કરીને યુવકની હેરાનગતિમાંથી યુવતીને બચાવી હતી. અને સબંધિત કાર્યવાહી કરવાનું શરૂ પણ કરી દીધું હતું અને શ્રેષ્ઠ કામગીરી કરી હતી.

જણાવી દઈએ તમને કે  ક્રિષ્ના બેન (નામ બદલ્યું છે)એ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું કે, એક અજાણ્યો યુવક સતત તેના પર્સનલ મોબાઈલ ઉપર કોલ કરીને તેને મળવા બોલાવી હૈરાન કરી રહ્યો છે. જેથી બારડોલીની ૧૮૧ અભયમ રેસ્ક્યું ટીમે સમગ્ર ઘટનાની હકીકત જાણી ક્રિષ્નાએ અજાણ્યા યુવકને મળવાની હા પાડી એક સ્થળ પર બોલાવવા કહ્યું હતું. તે સમયે ક્રિષ્ના બેન ખુબ ગભરાઈ ગયા હતા. પરંતુ અભયમ ટીમે તેમને સાંત્વના આપી હિંમત વધારી હતી.

ત્યારબાદ 181 ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ક્રિષ્ના બેનને મળવા આવેલા અજાણ્યા યુવકને ઝડપીને તેની પુછપરછ કરી હતી. અજાણ્યા યુવકે જણાવ્યું હતું કે, “મને એક ત્રાહિત વ્યક્તિ દ્વારા ક્રિષ્ના બેનને ભવિષ્યમાં બ્લેકમેલ કરવા હેતુથી વીડિયો બનાવવા માટે ૫૦૦ રૂપિયા મળ્યા હતા.”સમગ્ર હકીકત જાણીને અભયમ ટીમે યુવકનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું અને સમજાવામાં આવ્યો હતો.

સમગ્ર હકીકત જાણીને અભયમ ટીમે યુવકનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. આ ઉપરાંત ક્રિષ્ના બેનને પણ આ બાબતે કાયદાકીય સમજ આપીને પોલીસ સ્ટેશનમાં અરજી આપવાનું સુચન કર્યું હતું, જેના ભાગરૂપે ક્રિષ્ના બેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.