માત્ર તુલસીના પાન જ નહીં, સ્વાસ્થ્ય માટે તેના બીજ પણ છે જડીબુટી સમાન- ફાયદા જાણીને આજથી જ શરુ કરી દેશો સેવન

Published on: 2:14 pm, Sun, 5 December 21

તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. જેના કારણે તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમના ફાયદાઓ વિશે જાણીને તમે પણ તુલસીના પાનનો ઉપયોગ કરતા હશો. પરંતુ શું તમે જાણો છો કે માત્ર તુલસીના પાન જ નહીં પરંતુ તુલસીના બીજ પણ સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે અને આ બીજનો ઉપયોગ એકસાથે અનેક સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.

આજે અમે તમને જણાવીએ છીએ કે, તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે, તુલસીના બીજનું સેવન કરવાથી તમે કઈ સમસ્યાઓનો શામનો કરી શકો છો. તો ચાલો તેના વિશે જાણીએ. તુલસીના બીજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.

તુલસીના બીજમાં ફ્લેવોનોઈડ્સ અને ફિનોલિક હાજર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જેના કારણે બીમાર થવાનું જોખમ ઓછું રહે છે. અને આટલું જ નહીં, તુલસીના બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે રક્ષણ આપવામાં પણ મદદ કરે છે.

પેટની સમસ્યાઓમાં રાહત
તુલસીના બીજ પણ પેટની સમસ્યાઓને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તેમને આહારમાં સામેલ કરવાથી પાચન પ્રક્રિયા બરાબર રહે છે. આ સાથે કબજિયાત, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે.

શરીરમાં બળતરા ઘટાડવામાં મદદરૂપ:
તુલસીના બીજ શરીરમાં રહેલા કોઈપણ પ્રકારના સોજાને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ બીજમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે શરીરમાં હાજર સોજાને દૂર કરવામાં તમારી મદદ કરે છે.

સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ:
તુલસીના બીજ વજન ઘટાડવામાં પણ ફાયદો કરે છે. આ બીજમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. તેમજ તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગવાની સમસ્યા ઉત્પન્ન થતી નહિ. જે તમારા વજન ઘટાડવામાં મદદ કરે છે.

તણાવ જેવી સમસ્યાઓ દુર કરે છે
તુલસીના બીજ માનસિક તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ સાથે તેનું સેવન શારીરિક થાક દૂર કરવામાં પણ મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati