દર્શકો વિના IPLનું આયોજન થયું હોવા છતાં આ વર્ષે BCCI ને થઈ રેકોર્ડબ્રેક અધધધ… આટલા કરોડની કમાણી  

Published on: 7:08 pm, Mon, 23 November 20

કોરોના વચ્ચે ‘બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા’ એટલે કે, BCCI માટે દેશની બહાર ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’ એટલે કે IPL નું આયોજન કરવું ખુબ ફાયદાકારક સાબિત થયું છે. બોર્ડના ટ્રેઝરર અરુણ ધૂમલનાં જણાવ્યા પ્રમાણે, લીગની 13મી સીઝનમાં અંદાજે 4,000 કરોડની કમાણી થઇ છે. જ્યારે ટૂર્નામેન્ટની TV વ્યૂઅરશિપમાં IPL વર્ષ 2019ની તુલનામાં કુલ 25% નો વધારો જોવા મળ્યો છે.

દર્શકો વગર UAEમાં થયું ટૂર્નામેન્ટનું આયોજન :
IPLનું આયોજન 29 માર્ચે ભારતમાં થવાનું હતું પણ કોરોનાને લીધે તેને સ્થગિત કરવી દેવામાં આવી હતી. T-20 વર્લ્ડ કપ રદ્દ થવાને લીધે બોર્ડે 19 સપ્ટેમ્બરથી લઈને 10 નવેમ્બરની વચ્ચે IPLની 13મી સીઝનનું આયોજન અરબ અમીરાત UAE માં દર્શકો વગર કરવાનો નિર્ણય કર્યો હતો.

કુલ 53 દિવસ ચાલેલી લીગમાં કુલ 60 મેચ રમવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ તથા સ્ટાફ સહિત અંદાજે 1,800 લોકોએ ભાગ લીધો હતો. કોરોનાથી બચવા અંદાજે 30,000 કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા.

ઓપનિંગ મેચની વ્યૂઅરશિપ સૌથી વધારે :
બોર્ડે ગઈ સીઝનની તુલનામાં પોતાનાં ખર્ચમાં અંદાજે 35% નો ઘટાડો કર્યો હતો. કોરોનાની વચ્ચે ટૂર્નામેન્ટથી અંદાજે 4,000 કરોડની કમાણી કરી હતી. TV વ્યૂઅરશિપમાં અંદાજે 25% માં વધારો થયો હતો. આ વર્ષ દરમિયાન ઓપનિંગ મેચ (મુંબઈ ઇન્ડિયન્સ vs ચેન્નાઈ સુપરકિંગ્સ)ને રેકોર્ડ સૌથી વધારે લોકોએ જોઈ હતી. જે લોકોએ પહેલા ચિંતા વ્યક્ત કરી હતી, પછી આવ્યા તેમજ IPL નું આયોજન કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. જો ટૂર્નામેન્ટ ન થઈ હોત તો ક્રિકેટર્સને પણ 1 વર્ષનું નુકસાન થાત.

કોરોનાને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી હતી તૈયારીઓ :
બોર્ડ દ્વારા કોરોનાને ધ્યાનમાં લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. લીગ વખતે કોરોના પોઝિટિવ કેસ મળે તો એનો સામનો કઈ રીતે કરવો તે માટે પણ બોર્ડ તૈયાર હતું. બોર્ડે કુલ 200 રૂમ અલગથી બુક કરી રાખ્યા હતા, જેથી એમાં કોવિડ પોઝિટિવ થયેલ ખેલાડીઓને ક્વોરન્ટીન માટે રાખવામાં આવી શકે.

IPLની 13મી સીઝનમાં રોહિત શર્માની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. મુંબઈએ ફાઇનલમાં શ્રેયસ ઐયરની દિલ્હી કેપિટલ્સને હરાવી હતી. વિજેતા મુંબઈને કુલ 20 કરોડ રૂપિયા તથા રનરઅપ દિલ્હીને કુલ 12.5 કરોડ રૂપિયાની વિનિંગ અમાઉન્ટ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle