જિમ દરમિયાન છાતીમાં દુખાવો થતાં ક્રિક્રેટ જગતનાં દાદા (સૌરભ ગાંગુલી) ને હાર્ટએટેક આવતાં…

Published on: 3:10 pm, Sat, 2 January 21

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ક્રિક્રેટ જગતમાં દાદા તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. કોરોના કાળમાં અનેક ધનાઢ્ય તથા મહાનુભાવોને બીમારીનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકોને તો પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

‘બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા’ ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. અચાનક જ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં કોલકાતામાં આવેલ વૂડલેન્ડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. મળી રહેલ જાણકારી પ્રમાણે કે, ત્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવશે.

જિમમાં ચક્કર આવતાં હોસ્પિટલ ગયા હતા દાદા :
ક્રિકેટ જર્નલિસ્ટ તથા ગાંગુલીના મિત્ર બોરિયા મજુમદારે પોતાના ટ્વીટમાં જણાવતાં કહ્યું હતું કે, ગાંગુલીને જિમમાં ચક્કર આવ્યા હતા. ત્યારપછી તેઓને કોલકતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં જાણ થઈ કે, હાર્ટ-અટેક આવ્યો હતો. હાલમાં ડોકટર સરોજ મંદોલની આગેવાનીમાં કુલ 3 ડોકટર્સની ટીમ તેમની સારવાર કરવામાં આવી રહી છે.

જય શાહે કહ્યું- દાદાની તબિયત સુધારા પર છે :
BCCIના સેક્રેટરી જય શાહ દ્વારા સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું છે કે, મેં દાદાના પરિવાર સાથે વાતચીત કરી લીધી છે. તેમની તબિયતમાં સુધારો આવી ગયો છે. તેઓ જલ્દી સાજા થઈ જાય, તેની માટે પ્રાર્થના કરી રહ્યો છું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle