લગ્નના તાંતણે બંધાયો MS ધોનીની ટીમનો આ સ્ટાર ખેલાડી, વાયરલ થઇ ખૂબસૂરત તસ્વીરો

Ruturaj Gaikwad and Utkarsha Pawar’s marriage: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓપનર રુતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) 3 જૂનના રોજ ઉત્કર્ષ પવાર (Utkarsha Pawar) ને પોતાની હમસફર…

Ruturaj Gaikwad and Utkarsha Pawar’s marriage: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓપનર રુતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) 3 જૂનના રોજ ઉત્કર્ષ પવાર (Utkarsha Pawar) ને પોતાની હમસફર બનાવી લીધી છે. બંનેએ પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લઈને લગ્નના તાંતણે બંધાયા છે. હાલ ઋતુરાજ ગાયકવાડના લગ્નની તસવીરો (Rituraj Gaekwad marriage pictures) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ચાહકોએ તેને આ નવી ઇનિંગ માટે ખુબ અભિનંદન પાઠવ્યા છે.

IPL 2023માં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરનાર ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડે જીવનની નવી ઈનિંગની શરૂઆત કરી છે. ઋતુરાજે શનિવારે ઉત્કર્ષ સાથે લગ્ન કર્યા. લગ્નમાં ઘણા ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા. એક તસવીરમાં ચેન્નાઈનો ડેશિંગ બેટ્સમેન શિવમ દુબે તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. ઋતુરાજના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ધોની સાથેની તસવીર વાયરલ થઈ હતી
તમને જણાવી દઈએ કે, IPL 2023ની ફાઈનલ જીત્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના તમામ ખેલાડીઓ તેમના પરિવાર સાથે જોવા મળ્યા હતા. લગભગ તમામ ખેલાડીઓએ ટ્રોફી સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા. જેમાં ઉત્કર્ષ અને ઋતુરાજ ગાયકવાડનો પણ સમાવેશ થાય છે. બંનેએ ટ્રોફી અને મહેન્દ્ર સિંહ ધોની સાથે ફોટા ક્લિક કર્યા હતા. ત્યારથી ઋતુરાજ અને ઉત્કર્ષની ચર્ચા જોરમાં ખુબ હતી.

નોંધનીય છે કે IPLની 16મી સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ ઓપનર ઋતુરાજ ગાયકવાડ માટે ખુબ શાનદાર રહી હતી. તે ડેવોન કોનવે પછી ટીમ માટે બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેના શાનદાર પ્રદર્શનને કારણે ઋતુરાજ ગાયકવાડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC Final 2023) માટે ભારતીય ટીમમાં સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે લગ્નને કારણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *