સાવધાન: બાળકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી રહી છે બ્યુટી પ્રોડક્ટ્સ, જાણો વિગતે

બ્યુટી પ્રોડક્ટસ બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ તાજેતરમાં થયેલા સંશઓધનો બતાવે છે કે નાના બાળકો પર્સનલ કેર પ્રોડક્ટસ…

બ્યુટી પ્રોડક્ટસ બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ તાજેતરમાં થયેલા સંશઓધનો બતાવે છે કે નાના બાળકો પર્સનલ કેર પ્રોડક્ટસ જેવા કે શેમ્પુ, ક્રિમ, નેઇલ પોલિશ વિગેરેના સંપર્કમાં આવે તો તેમના સ્વાસ્થ્ય પર જોખમ રહેલું છે.

તસ્વીરો સાંકેતિક છે

આવી વસ્તુઓના સંપર્કમાં આવતા બાળકોમાં ઝડપથી ઝેર ફેલાય છે તદઉપરાંત એલર્જી પણ થાય છે. આજકાલ લોકોમાં બ્યુટી અને મેકઅપની વિવિધ વસ્તુઓનો આડેધડ ઉપયોગ કરવાની ઘેલછા વધી રહી છે. ખાસ કરીને મહિલાઓમાં આ પ્રમાણ વધ્યુ છે.

ક્લિનિકલ પિડિયાટ્રિક જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે અમેરિકામાં 2002થી 2016 સુધીમાં 5 વર્ષની નીચેના 64,600 બાળકોમાં આવી કોઇને કોઇ બિમારી જોવા મળી છે. જેનું કારણ આ બ્યુટી કેર પ્રોડક્ટસ હતી.

આ ઉંમરના બાળકોમાં સમજણ શક્તિ નથી હોતી જેના કારણે તેમની આજુબાજુ જે પણ રંગીન અને ખુશ્બુદાર બોટલ જોવા મળએ છે તેમને તેઓ ખાવા અને પીવાના પ્રયત્ન કરે છે. ઘણી વખત તો માતા પિતા જાતે જ આવી બોટલો તેને રમવા માટે આપે છે. જે ખતરનાક સાબિત થઇ શકે છે.

બાળકોને સૌથી વધુ નુકસાન નેઇલ પોલીસ અને રિમુવરથી થાય છે, જ્યારે બીજા નંબર પર શેમ્પુ, સાબુ અને કંડિશનર આવે છે. તેમજ ત્યારબાદ ચામડી માટે વપરાતી વસ્તુઓ અને પરફ્યુમ છે.માટે બાળકોને આવી વસ્તુઓના સંપર્કમાં આવતા રોકવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *