હજી નવા મંત્રી બન્યા અને લાગી ગયો ૧૫ દિવસ સુધી ભાજપની મહિલા કાર્યકર્તા ઉપર દુષ્કર્મ કર્યાનો આરોપ- કોણ છે આ મંત્રી?

Published on: 12:51 pm, Wed, 24 November 21

ગુજરાત(Gujarat): રાજ્યના સરકારના અન્ન-નાગરિક મંત્રી(Minister of Food and Civil Affairs) અને સાબરકાંઠાના તલોદ-પ્રાંતિજના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય(BJP MLA) ગજેન્દ્રસિંહ પરમાર(Gajendrasinh Parmar)ની મુશ્કેલીઓ વધી શકે તેવું કહીએ તો નવાઈ નહિ. કારણ કે, અમદાવાદની મહિલા કાર્યકર સાથે શરીર સબંધ બાંધવા માટે એમએલએ ક્વાર્ટસમાં બોલાવી તને પત્ની તરીકેનો હોદ્દો આપવાનું કહીને મંત્રીએ વારંવાર તેની સાથે શારીરિક સંબંધ(Physical relationship) બાંધ્યા હતા. ત્યારબાદ મંત્રી ફરી ગયા હતા અને મહિલાને પત્ની તરીકેનો હોદ્દો આપવાનું તો દૂર રહ્યું પણ તેની સાથે શારીરિક અડપલા કરી રહ્યા હતા. અંતે મહિલાએ ન્યાય માટે ગુહાર લગાવી હતી અને તાત્કાલિક પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહીત ડીજીપી અને અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. જાે કે, આ કેસમાં કોઈ જ તપાસ કે ફરિયાદ નોંધવામાં નહોતી આવી. જેને લીધે પીડિત મહિલાએ સીબીઆઈને પત્ર લખ્યો છે અને ન્યાય માટે માંગની કરી છે. મહિલાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, મંત્રી ભાજપના નેતા હોવાથી તેમની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. આ પ્રકારની માહિતી ગુજરાતની એક ખાનગી સમાચાર સંસ્થાએ આપેલા અહેવાલ અનુસાર સામે આવી છે.

જોવા જઈએ તો આ પ્રકારના અનેક કિસ્સા અગાઉ અમદાવાદથી સામે આવી ચૂક્યા છે. રાજ્ય સરકારના મંત્રી ગજેન્દ્રસિંહ અને પીડિત મહિલા બંને વચ્ચે મુલાકાત ગાંધીનગરના કાર્યક્રમમાં થઈ હતી અને ત્યારબાદ મોબાઈલ નંબરની આપ-લે થયા પછી મંત્રી રોજબરોજ તેને કોલ કરતા હતા અને કહેતા હતા કે, હું તને પાર્ટીમાં હોદ્દો આપીશ એવી લાલચ આપીને બાદમાં મંત્રીએ મહિલાને ગાંધીનગર એમએલએ ક્વાર્ટસ ખાતે બોલાવી હતી અને કહ્યું હતું કે, મારી પત્ની મને શારીરીક સુખ આપી શકતી નથી. તું મારી સાથે શારીરિક સબંધ બનાવીશ તો તને પાર્ટીના હું હોદ્દો આપીશ.

પીડિતાએ જણાવતા કહ્યું હતું કે, તમારી અને મારી બંનેની જ્ઞાતિ અલગ અલગ છે તો એ શક્ય કેમ બનશે. તેમ છતાં મંત્રીએ ઉપરવટ જઈને પોતાની પત્ની સાથે છૂટાછેડા આપી દેવાનું કહ્યું હતું અને પીડિત મહિલા સાથે બે વાર શારીરિક સંબંધ બનાવ્યા હતા અને પછી કહ્યું હતું કે, મને મારી પત્ની શારીરિક સુખ આપતી નથી પણ તે મને આજે ખુશ કરી દીધો છે. આ ઘટનાક્રમ પછી મંત્રી વારંવાર પીડિતાને એમએલએ ક્વાર્ટસ ખાતે બોલાવતા રહ્યા અને પંદર દિવસ સુધી રોજ બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ પીડિત મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો. પોતાની સાથે રમત રમાઈ ગઈ હોવાનું જણાતા અંતે મહિલાએ ન્યાય માટે ગુહાર લગાવી હતી અને તાત્કાલિક પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહીત ડીજીપી અને અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. જાે કે, આ કેસમાં કોઈ જ તપાસ કે ફરિયાદ નોંધવામાં નહોતી આવી. જેને લીધે પીડિત મહિલાએ સીબીઆઈને પત્ર લખ્યો છે અને ન્યાય માટે માંગની કરી છે. મહિલાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, મંત્રી ભાજપના નેતા હોવાથી તેમની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી.

પીડિતાને સમાધાન માટે કરવામાં આવી મસમોટી ઓફર:
પીડિતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગજેન્દ્રસિંહના માણસો મારા ઘરે આવ્યા હતા અને તેઓ સાથે 20 લાખ રૂપિયા લઈને આવ્યા હતા. મારા ઘરે આવીને કહ્યું હતું કે, પેલી કાળી ગાડીમાં મંત્રી બેઠા છે અને ત્યાં અંદર બાકી રહેલા 80 લાખ રૂપિયા આપી દેશે અને કહ્યું કે, આ કેસનું સમાધાન કરી લેવામાં આવે તો સારું છે નહીતર ઠીક નહી રહે તેવી ધાક-ધમકીઓ પણ આપવામાં આવી હતી. માત્ર એટલું જ નહી પણ પીડિતાને ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનો આરોપ પર પીડિતા દ્વારા લગાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.