દારૂબંધીની એસીકી તેસી: પોલીસ ચોકી સામે જ બિયર પાર્ટી, વિડીયો થયો વાયરલ

ગાંધીના ગુજરાતમાં તો દારૂબંધી માત્ર ને માત્ર કાગળો પર જ રહી ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર બિયર પાર્ટીનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો જાહેરમાં જન્મદિવસની પાર્ટી ઉજવી રહ્યા છે. વેજલપુર પોલીસ ચોકી ઓએસે જ જાહેરમાં બિયર પાર્ટી કરી છે.

બર્થડેની ઉજવણી માટે એક-બે નહીં સાત કેક ગોઠવાઈ હતી. કેક કટિંગ થયું તે સમયે કેટલાક લોકોના હાથમાં બિયરના કેન જોવા મળ્યા.

કેક કટિંગની સાથે લોકોએ બર્થડે બોયના મોઢા પર કેક લગાવી અને જાહેરમાં જ બિયર પીધું. નજીકની જ સોસાયટીમાં પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું.

જોકે, પોલીસ બાબતથી અજાણ હોવાનું કહ્યું અને આવી કોઈ ઘટના ધ્યાનમાં નથી આવી તેવું જણાવ્યું.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.