દારૂબંધીની એસીકી તેસી: પોલીસ ચોકી સામે જ બિયર પાર્ટી, વિડીયો થયો વાયરલ

ગાંધીના ગુજરાતમાં તો દારૂબંધી માત્ર ને માત્ર કાગળો પર જ રહી ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર બિયર પાર્ટીનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો જાહેરમાં જન્મદિવસની પાર્ટી ઉજવી રહ્યા છે. વેજલપુર પોલીસ ચોકી ઓએસે જ જાહેરમાં બિયર પાર્ટી કરી છે.

બર્થડેની ઉજવણી માટે એક-બે નહીં સાત કેક ગોઠવાઈ હતી. કેક કટિંગ થયું તે સમયે કેટલાક લોકોના હાથમાં બિયરના કેન જોવા મળ્યા.

કેક કટિંગની સાથે લોકોએ બર્થડે બોયના મોઢા પર કેક લગાવી અને જાહેરમાં જ બિયર પીધું. નજીકની જ સોસાયટીમાં પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *