કોરોના બાબતે મોટી મોટી આગાહીઓ કરનાર જ્યોતિષ બેજાન દારૂવાલા જ કોરોના પોઝિટિવ

ટીવી ચેનલોમાં રોજ જ્યોતિષ આગાહી કરનારા જ્યોતિષને જ કોરોના પોઝિટિવ આવતા અને તર્ક વિતર્ક સર્જાયા છે દેશ અને વિદેશમાં નામાંકીત જયોતિષી તરીકે લોકચાહના મેળવનાર અને…

ટીવી ચેનલોમાં રોજ જ્યોતિષ આગાહી કરનારા જ્યોતિષને જ કોરોના પોઝિટિવ આવતા અને તર્ક વિતર્ક સર્જાયા છે દેશ અને વિદેશમાં નામાંકીત જયોતિષી તરીકે લોકચાહના મેળવનાર અને ભગવાન ગણેશજીના પ્રખર ઉપાસક બેજાન દારુવાલાનું સ્વાસ્થ્ય અત્યંત કટોકટીભર્યું હોવાનું જાણવા મળે છે અને તેઓ કોરોના પોઝીટીવ છે. અમદાવાદની અપોલો હોસ્પીટલમાં તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

કોરોના પોઝિટિવ આવતા બેજાન દારુવાલાના પુત્ર નસ્તૂર દારુવાલા અને તેમનું કુટુંબ પણ હાલ અમદાવાદની એક હોટેલમાં કવોરન્ટાઈન થઈ ગયું છે. શ્રી બેજાન દારુવાલાને ફેફસામાં ભારે ઈન્સ્પેકશન હોવાનું પ્રાથમીક તારણ આવ્યું છે. અપોલો હોસ્પીટલમાં તેઓને આઈસીયુમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તેમના પુત્ર નસ્તૂર દારુવાલાએ આજે સાંજ સમાચાર સાથેની એક ખાસ વાતચીતમાં આ માહિતી આપતા જણાવ્યું કે અમો સમગ્ર કુટુંબ ગણેશજી સમક્ષ પિતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. અમોને પણ કવોરન્ટાઈન થવાની ફરજ પડી છે અને અપોલો હોસ્પીટલ દ્વારા પિતાના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી રહી છે.

મળતી વિગતો અનુસાર છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેઓને શ્વાસની તકલીફ હતી અને કોરોનાના પ્રાથમીક લક્ષણો જણાતા અપોલો હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જયાં તેમનું સ્વાસ્થ્ય સતત ખરાબ થઈ રહ્યું છે. તબીબો તેમના માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને અમો પણ અત્યંત ચિંતાગ્રસ્ત છીએ. શ્રી નસ્તૂર દારુવાલાએ કહ્યું કે અમારે પણ કવોરન્ટાઈન થવાની જરૂર પડી છે અને તેથી હોસ્પીટલ સતાવાળાઓ સાથે દૂરથી જ સંપર્કમાં છીએ. શ્રી દારુવાલાના સ્વાસ્થ્ય અંગે અમદાવાદની અપોલો હોસ્પીટલે હજુ કોઈ બુલેટીન બહાર પાડયું નથી.

હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે અને આ ઘટનાને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે એક જ્યોતિષ ને પોતાને જ કોરોના થવાનો હતો તે ખબર નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *