ભગવાન શિવની ઉપાસનામાં વપરાતા બીલીપત્ર સ્વાસ્થ્ય માટે પણ છે ખુબ જ ફાયદાકારક

બીલીપત્ર ભોળાનાથનું પ્રિય પાન છે. તેમાં પણ ચાર, પાંચ, છ, કે સાત પાન હોય તો તે શુભ માનવામાં આવે છે. બીલીપત્ર વિના શિવપૂજા અધૂરી માનવામાં…

બીલીપત્ર ભોળાનાથનું પ્રિય પાન છે. તેમાં પણ ચાર, પાંચ, છ, કે સાત પાન હોય તો તે શુભ માનવામાં આવે છે. બીલીપત્ર વિના શિવપૂજા અધૂરી માનવામાં આવે છે. પરંતુ તમે નહિ જાણતા હોવ કે, સ્વાસ્થ્ય માટે પણ બીલીપત્ર  ખુબ જ ફાયદાકારક છે.

તાવના કિસ્સામાં બીલીપત્રનો ઉકાળો લેવાથી ફાયદો થાય છે. આ સિવાય મધમાખી અથવા ભમરીના કરડવાથી થતી પીડા પર બેલપત્રનો રસ લગાવવાથી રાહત મળે છે.

ભગવાન શિવની પૂજા કરતી વખતે તેમને ફૂલ અને દૂધની સાથે બેલપત્ર પણ ચઢાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ભોલેનાથને જે પાન ચઢાવવામાં આવે છે તે માત્ર તેમની પૂજા કરવા માટે નહિ, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. બેલાપત્રનું સેવન કરવાથી અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે. ચાલો અમે તમને જણાવીએ કે, તમે બેલપત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો જેથી તે તમારું આરોગ્ય સારું બનાવી શકે.

બીલીપત્ર હદયરોગના દર્દીઓ માટે પણ ખૂબ ઉપયોગી છે. એવું કહેવામાં આવે છે કે, બેલપત્રનો ઉકાળો પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. તે શ્વસનની તકલીફ વાળા દર્દીઓ માટે અમૃત સમાન છે. આ પાંદડાઓનો રસ પીવાથી શ્વસન રોગોમાં ઘણો ફાયદો મળે છે.

જો શરીરમાં ગરમીને કારણે અથવા મોમાં ગરમી હોવાને કારણે છાલા પડે છે, તો બીલીપત્રના પાન ચાવવાથી રાહત મળે છે.

પાઈલ્સ આજકાલ એક સામાન્ય રોગ બની ગયો છે. પાઈલ્સ ખૂબ પીડાદાયક રોગ છે. તેનાથી છુટકારો મેળવવા માટે, બેલપત્રના મૂળને પીસીને સાકર મિક્ષ કરીને પાવડર બનાવી લો. આ પાઉડરને સવારે અને સાંજે ઠંડા પાણી સાથે પીવો. જો દુખાવો વધારે હોય તો દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરો. તે પાઈલ્સમાં ફાયદો મળી રહે છે.

શિયાળામાં શરદી અને તાવની બીમારીમાં બેલપત્રના રસમાં મધ મેળવીને પીવાથી ફાયદો થાય છે. અથવા જો વધારે તાવ આવે તો તેના પેસ્ટની ગોળીઓ બનાવીને ગોળ સાથે ખાવામાં આવે છે. પેટ કે આંતરડાની કૃમિની સમસ્યામાં બીલીપત્રનો રસ આપવાથી ફાયદો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *