ફક્ત આ એક મંત્રનો જાપ કરવાથી થશે 11 ચમત્કારી ફાયદા, જાણો અમીરોનું રહસ્ય

મા ગાયત્રીની પૂજા અને અર્ચના કરવાથી તેઓ ખુબ જ પ્રસન્ન થાય છે અને માતાની કૃપાથી ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. માતા ગાયત્રીની અર્ચના માટે…

મા ગાયત્રીની પૂજા અને અર્ચના કરવાથી તેઓ ખુબ જ પ્રસન્ન થાય છે અને માતાની કૃપાથી ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. માતા ગાયત્રીની અર્ચના માટે ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે. નિયમિત ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મન શાંત રહે છે અને જલદી ગુસ્સો આવતો નથી.

કેવી રીતે કરવો ગાયત્રી મંત્રનો જાપ અને જાપ કરવામાં કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું ?

સામન્ય રીતે દરેક લોકો જડપી રીતે અમીર બનવાના ઉપાયો ખોળતા હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જેણે મહેતન કર્યા વગર બધું જ મળી ગયું હોય. લોકો ભગવાના પાસે માંગ-માંગ કરે છે, પરંતુ ભગવદ્ ગીતા માં પણ ભગવાને કહ્યું છે કે તમે ફળની આશા રાખ્યા વગર કાર્ય કરતા રહો. આપણે ફક્ત ભગવાનને પ્રાથના કરી શકીએ કે હે પ્રભુ મારી સંભાળ રાખજે. શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રને સર્વશ્રેષ્ઠ મંત્ર જણાવવામાં આવ્યો છે. આ મંત્રના જાપ માટે ત્રણ સમય જણાવવામાં આવ્યા છે. આ ત્રીજા સમયને સંધ્યાકાળ પણ કહેવામાં આવે છે.

ગાયત્રી મંત્રનો જાપ કરવાનો પહેલો સમય પ્રાત:કાળ, સૂર્યોદયથી થોડીવાર પહેલાં મંત્રજાપ શરૂ કરવો જોઇએ. જાપ સૂર્યોદય બાદ સુધી કરવો જોઇએ.

મંત્રજાપ માટે બીજો સમય છે બપોરનો. બપોરે પણ આ મંત્રનો જાપ કરવો જોઇએ.

ત્રીજો સમય છે સાંજે સૂર્યાસ્તથી થોડીવાર પહેલાં. સૂર્યાસ્ત પહેલાં મંત્રજાપ શરૂ કરવો અને સૂર્યાસ્ત થઈ જાય તેની થોડી વાર સુધી જાપ કરવો.

આ ત્રણ સમય સિવાય કોઇ બીજા સમયે ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો મૌન રહીને કે મનમાં જાપ કરવો જોઇએ.

ગાયત્રી મંત્ર– ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।

ગાયત્રી મંત્રનો અર્થ:

સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરામાત્માના તેજનું અમે ધ્યાન ધરીએ છીએ, પરમાત્મા આ તેજ આપણી બુદ્ધિને સદ્માર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરે.

આ મંત્રનો જાપ કરવા માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ રહે છે.

આ મંત્રનો જાપ કરવાથી મળે છે 11 લાભ

આ મંત્રનો જાપ કરવાથી આપણને 11 લાભ મળે છે. ઉત્સાહ અને સકારાત્મકતા મળે છે, ત્વચામાં ચમક આવે છે, તામસિકતા દૂર થાય છે, પરમાર્થ કાર્યોમાં રૂચિ જાગે છે, પૂર્વાભાસ થવા લાગે છે, આશિર્વાદ આપવાની શક્તિ વધે છે, આંખોમાં તેજ વધે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ગુસ્સો શાંત થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે.

મંત્ર જાપથી આંતરિક શક્તિઓમાં વધારો થાય છે.

સતત ધ્યાન ધરી મંત્ર જાપ કરવાથી આંતરિક શક્તિનો વિકાસ થાય છે. રોજ મંત્ર જાપ કરતી વ્યક્તિનો સ્વભાવ શાંત અને મનોહર બનવા લાગે છે. આ મંત્રનો જાપ કરવો હોય તો સારો સમય અને સારું મહુર્ત જોવાની જરૂર નથી. પરંતુ કોઈ પણ આકરા સમયમાં પણ આ મંત્રનો જાપ કટી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *