દિવાળીમાં ગાડી ખરીદવાનું વિચારો છો? તો મારુતિ આપી રહી છે 53,000 સુધીનું ડિસ્કાઉન્ટ

Published on: 10:09 am, Fri, 13 November 20

હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે દરેક વસ્તુઓના ભાવ હાલમાં વધી રહ્યા છે. ત્યારે જો તમે પણ દિવાળી ઉપર નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો Maruti Alto મારુતિ સુઝુકી પોતાની લોકપ્રિય હેચબેક કાર Alto 800 પર 35,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ છૂટ તેના પેટ્રોલ એન્જિન અને CNG વેરિયન્ટ બંને પર ઉપલબ્ધ છે. તેમાં 18,000 રૂપિયાની કન્જ્યૂમર ઓફર, 15000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 2000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. તેની કિંમત 2.94 લાખ રૂપિયાથી લઇને 4.36 લાખ રૂપિયા વચ્ચે છે.

હાલમાં કોરોના મહામારી વચ્ચે મારુતિ એસ પ્રેસો ઉપર 48000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આ છૂટ તેના પેટ્રોલ અને CNG વેરિયન્ટ બંનેમાં ઉપલબ્ધ છે. તેમાં 25 હજાર રૂપિયાની કંજ્યૂમર ઓફર, વીસ હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3 હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળે છે. જેની કિંમત 3,70 લાખ રૂપિયાથી લઇને 5.13 લાખ રૂપિયાની વચ્ચે છે.

મારુતિ સુઝુકી એરીના ડીલરશીપ દ્વારા વેચાનાર જુદા જુદા મોડલો પર 85 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની સીઆઝના જૂના સ્ટોકને સમાપ્ત કરવા માટે કંપની આ મોડેલ પર 60 હજાર રૂપિયાની સીધી છૂટ આપી રહી છે. જો ગ્રાહક પોતાની જૂની કાર આપે છે, તો તેને 25 હજાર રૂપિયાનું વધારાનું બોનસ મળશે. આ ડિસ્કાઉન્ટ પેટ્રોલ અને ડીઝલ સિઆઝ બંને પર છે.

સીઆઝ એએમટી પર 40 હજારનું ડિસ્કાઉન્ટ
સિઆઝ ઓટોમેટિક પર 40 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે એક્સચેન્જ બોનસ 25 હજાર રૂપિયાનું છે. આ ઉપરાંત મારુતિએ 2019 માય સીઆઝ (2019 MY Ciaz) પર રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ રાખ્યું છે. તેમાં સિગ્મા, ડેલ્ટા અને ઝેટા સંસ્કરણો શામેલ છે. ઉપરાંત, 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળશે.

Maruti Celerio કંપનીએ આ કાર પર 53000 રૂપિયા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ આપ્યું છે. જેમાં 30 હજાર રૂપિયાની કન્જ્યૂમર ઓફર, વીસ હજાર રૂપિયાની એક્સચેન્જ બોનસ અને 3000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. આ છૂટ બંને વેરિયન્ટ MT અને AMT પર મળે છે. મારુતિના Celerioની કિંમત 4.41 લાખ રૂપિયાથી 5.68 રૂપિયાની વચ્ચે છે. જ્યારે Celerio Xની કિંમત 4.90 લાખ રૂપિયાથી લઇને 5.67 લાખ રૂપિયા સુધી છે.

Maruti Eeco – મારુતિ Eeco પર 32 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. જેમાંથી દસ હજાર રૂપિયાની કન્જ્યૂમર ઓફર, વીર હજારનું એક્સચેન્જ બોનસ અને 2000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. આ છૂટ તેના પેટ્રોલ અને સીએનજી બંને વેરિયન્ટ પર ઉપલબ્ધ છે. આની કિંમત 3.80 લાખથી લઇને 4.95 લાખ રૂપિયાની વચ્ચે છે. કોરોના સંકટના આ સમયમાં વિવિધ કંપનીઓ તેમની કાર પર ડિસકાઉન્ટ આપી રહી છે. જે અંતર્ગત મારુતિ પણ તેના ગ્રાહકો માટે સારી ઓફર મૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle