ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

બંગાળ: મહિલા NRCનો ડેટા ભેગો કરી રહી છે એવી અફવા ફેલાતા ભીડે સળગાવી દીધું મહિલાનું ઘર

Bengal: A woman's house burned down by rumors that women were collecting NRC data

દેશભરમાં નાગરિકતા કાયદો અને NRCનો વિરોધ સતત વધી રહ્યો છે, એવામાં ઘણી જગ્યાએ પ્રદર્શનના નામે હિંસક ઘટનાઓ પણ ઘટી. એવો જ એક મામલો પશ્ચિમ બંગાળના બીરભૂમ માંથી સામે આવ્યો છે.જ્યાં NRC માટે ડેટા ભેગો કરી રહી હોવાની અફવાના કારણે એક મહિલાનો જીવ જોખમમાં આવી ગયો છે.અફવાની અસર એ હદ સુધી પહોંચી ગઈ કે ગુસ્સે ભરાયેલી ભીડે મહિલાના ઘરને આગ લગાવી દીધી.

સાંકેતિક તસ્વીર

મામલો બીરભૂમ ના મલારપુર વિસ્તારો છે જ્યાં ચમકી ખાતુન નામની એક મહિલા એક એનજીઓ માટે કામ કરતી હતી.આ એનજીઓ અંતર્ગત તે ગામડે ગામડે જઈ લોકોને ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન વિશે જાગૃત કરતી હતી.ચમકી તેના માટે લોકોના ડેટા પણ એક્સ્ટ્રા કરતી હતી અને પ્રોજેક્ટ ઈન્ટરનેટ સાથી અંતર્ગત ગ્રામીણોને મોબાઇલ ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે જાણકારી આપતી હતી.

અફવા બાદ લોકોએ ફૂંકી માર્યું ઘર 

આ વચ્ચે વિસ્તારમાં અફવા ફેલાઈ કે ૨૦ વર્ષની ચમકી NRC માટે ડેટા ભેગો કરી રહી છે અને આ જ કારણે લોકોએ ગુસ્સામાં આવી ચમકી ના ઘરનો ઘેરાવ કરી લીધો અને ઘરને આગના હવાલે કરી દીધી. જોકે સારી વાત એ છે કે આગમાં કોઈ જાનહાની થઈ નથી.હવે ચીમકીને પોલીસ પ્રોટેક્શનમાં રાખવામાં આવી છે અને આ ઘટના બાદ તે ખૂબ ડરેલી છે.

જાણકારી માટે ચમકી ગામની મહિલાઓ ના સ્માર્ટફોન વિશે તેમને જાણકારી આપતી હતી અને ફોટા પણ પાડતી હતી. પરંતુ જ્યારે લોકોએ તેને પૂછ્યું તો તે સચોટ જવાબ આપવામાં વીફળ રહી હતી. ત્યારબાદ ફેલાણી કે ચીમકી NRC માટે ડેટા ભેગો કરી રહી છે.પછી મંગળવારે મોટી સંખ્યામાં તેના ઘરની બહાર લોકો ભેગા થઇ ગયા અને બુધવારની સવારે તેનું ઘર સળગાવી દીધું.જોકે આ મધ્યરાત્રીએ પોલીસની મદદથી ઘરવાળાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.