બંગાળમાં હાલત ખરાબ, પ્રતાડિત થયેલા ભાજપના કાર્યકર્તાનું દર્દ બતાવતો આ વિડીયો જોઇને થશે દુઃખ

2 મેના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં તૃણમુલ કોંગ્રેસની જીત થતાં જ રાજ્યમાં રાજકીય હિંસાની શરૂઆત થઈ હતી. પરિણામના દિવસે જ કોલકાતામાં ભાજપ કાર્યાલયને…

2 મેના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં તૃણમુલ કોંગ્રેસની જીત થતાં જ રાજ્યમાં રાજકીય હિંસાની શરૂઆત થઈ હતી. પરિણામના દિવસે જ કોલકાતામાં ભાજપ કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી હોવાના અહેવાલો મળ્યા હતા. સોમવારે પાર્ટીના બે કાર્યકરોને માર માર્યાના સમાચાર મળી રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠકના ભાજપના સાંસદ પરવેશ સાહેબ સિંહે વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપ સાંસદ પરવેશ સાહેબ સિંહે ચેતવણી આપી હતી કે, તૃણમૂલના નેતાઓએ પણ દિલ્હી આવવું પડશે.

ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસે વિરોધી પક્ષના કાર્યકર્તાઓને નિશાન બનાવવાનો અહેવાલ માંગ્યો છે. બીજી તરફ ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે, મમતા બેનર્જીની ઉશ્કેરણી પર ભાજપના કાર્યકરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે બંગાળની મુલાકાતે છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં તેના કાર્યકરો પરના હુમલાઓનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. ભાજપે કહ્યું છે કે, 5 મેના રોજ પાર્ટીના કાર્યકરો દરેક મંડળમાં આ હિંસા સામે વિરોધ પ્રદર્શન કરશે. આ સમય દરમિયાન કોવિડ -19 ને લગતા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

અત્રે ઉલેખનીય છે કે, સોમવારે ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપાડામાં કેટલાક લોકોએ ભાજપ કાર્યાલય અને કેટલીક દુકાનમાં તોડફોડ કરી હતી. આ સમય દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે, ટીએમસીના બદમાશોએ મારી દુકાન લૂંટી લીધી હતી. અહીં ઓછામાં ઓછા 10 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. નંદીગ્રામમાં ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. હલ્દિયામાં રવિવારે સાંજે કેટલાક બદમાશોએ મીડિયાના માણસોને માર માર્યો હતો.

ચુંટણી પૂરી થયાના 3 દિવસ બાદ પણ હિંસા હજુ પણ ચાલુ છે. ઈન્દસ વિધાનસભા મત વિસ્તારના ભાજપના બૂથ એજન્ટ અરૂપ રાયદાસની લાશ ઝાડ પરથી લટકતી મળી આવી છે. આ દરમિયાન ભાજપના કાર્યકરનો એક વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં જોવા મળતી વ્યક્તિની ઓળખ ભાજપના દલિત નેતા ભાસ્કર મંડળ તરીકે થઈ છે. તે વીડિયોમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે, અને પોતાની જિંદગી બચાવવા વિનંતી કરે છે. વિડીયોમાં ભાજપ નેતા ભાસ્કર મંડળ જણાવી રહ્યા છે કે, હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમના ઘરની લૂંટ ચલાવવામાં આવી રહી છે તેને આગ લગાડવામાં આવી રહી છે.

મંડલ જણાવે છે કે, તેમનું મકાન પણ લૂંટી લેવામાં આવ્યું છે અને તે ત્રણ દિવસથી ટીએમસીના ગુંડાઓથી ચુપૈને રહી રહ્યા હતા. તેમની પાસે ખાવા માટે કંઈ નથી અને સલામત જગ્યા નથી જ્યાં તેઓ જઈ શકે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે, માત્ર પાર્ટીના કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા નથી. ગુંડાઓ તેમના પરિવારને પણ છોડતા નથી. જે ક્ષેત્રમાં મંડળ હિંસાની વાત કરી રહ્યા  છે. તે મમતા બેનર્જીનો ભત્રીજા અભિષેકનો વિસ્તાર ડાયમંડ હાર્બર છે.

બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ જાદવપુરથી ભાજપના ઉમેદવાર રિંકુ નાસકરના ઘરે થયેલા હુમલાનો વીડિયો શેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, ટીએમસીના ગુંડાઓએ દિનદહાડે આ ઘટનાને અંજામ આપ્યો.

નંદિગ્રામના ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે, 2 મેની હિંસા બાદ એક લાખથી વધુ લોકો બંગાળ છોડીને જઈ ચુક્યા છે. આ અધિકારીએ આ ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને પરાજિત કર્યા છે. અહીં, મુખ્યમંત્રી પદના શપથ લીધાના કલાકોમાં જ મમતા બેનર્જીએ પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ કર્યો. તેમણે 29 વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલી કરી, જેમને ચૂંટણી પંચ (ECI) દ્વારા બદલી કરવામાં આવ્યા હતા. 16 જિલ્લાના એસપીને ખસેડવામાં આવ્યા છે. આમાંના મોટા ભાગના તે છે જેના પર ચૂંટણી પંચે વિશ્વાસ વ્યક્ત કર્યો ન હતો.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકારને ત્યાં થઈ રહેલા રાજકીય હિંસા અંગે અહેવાલ આપવા જણાવ્યું હતું. કોઈ સુનાવણી કર્યા પછી HMO એ તેને ગંભીરતાથી લીધી હતી અને રાજ્ય સરકારને બીજી રીમાઇન્ડર મોકલી દીધી હતી. કેન્દ્રએ કહ્યું કે, જો રિપોર્ટ નહીં મોકલવામાં આવે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. તેમજ સમય ગુમાવ્યા વિના યોગ્ય પગલા ભરવાની સૂચના આપી છે. મમતા બેનર્જી કહે છે કે, જે વિસ્તારોમાં ભાજપનો વિજય થયો છે ત્યાં હિંસા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *