બરમુડા ટ્રાયેંગલ રહસ્ય કે અફવા? વાંચો વિજય ખૂંટ “શોર્ય” ની કલમે…

પૃથ્વી પર સમુદ્રમાં એક એવી જગ્યા છે કે ત્યાથી પસાર થતા જહાજ અને આકાશના વિમાનો પણ અદ્રશ્ય થઇ જાય છે. આ જગ્યા બર્મુડા ટ્રાયેન્ગલ /…

પૃથ્વી પર સમુદ્રમાં એક એવી જગ્યા છે કે ત્યાથી પસાર થતા જહાજ અને આકાશના વિમાનો પણ અદ્રશ્ય થઇ જાય છે. આ જગ્યા બર્મુડા ટ્રાયેન્ગલ / ત્રિભંગ/ ત્રિકોણના નામથી જાણીતી છે. આ જગ્યા સાથે પુરાણ, પ્રાચીન વિશ્વ અને આધુનીક વિશ્વની ઘટનાઓ જોડાયેલ છે. આવો મિત્રો બર્મુડા ટ્રાયેન્ગલનો એનાલીસીસ કરીએ અને જાણીએ કે રહસ્ય છે કે અફવા…

લોકેશન 

ઉત્તર પશ્ચિમ એટલાન્ટીક મહાસાગર
બર્મુડા ટાપુ, અમેરીકાના ફ્લોરીડા રાજ્યના મિયામી શહેર અને પ્યુર્ટો રીકો રાજ્યના સાન જુઆન ટાપૂ ને જોડતા જે ત્રીકોણ બને છે. જેને બર્મુડા ટ્રાએન્ગલ કહેવાય છે. આ ત્રિકોણનુ ક્ષેત્રફળ લગભગ ૭ લાખ ચો.કિ.મી છે.અમેરીકા, યુરોપ, કેરેબિયા બંદરો પર જવા માટે સૌથી વ્યસ્ત જળમાર્ગો પેકી એક છે.

પૌરાણીક માન્યતા

શિવપુરાણમાં એવો ઉલ્લેખ છે કે કોઇ પણ ઉર્જા અન્ય ઉર્જામાં પરિવર્તિત થતી હોય છે. આ એક પુર્ણપણે આધ્યાત્મિક ઉર્જા છે. પૃથ્વી પરની કોઇ ચોક્કસ જગ્યાએ ઉર્જાએ એકત્રિત થતી હોય તો, એ આ જગ્યા હોઇ શકે છે. કોઇ દૈવી શક્તિનો ચમત્કાર પણ માનવામાં આવે છે કેમ કે, અહિ સમાયેલા જહાજો આj સુધી પાછા વળ્યાહોય એવુ શક્ય બન્યુ નથી. પૃથ્વી ગળી જતી હોય એવુ પણ માનવામાં આવે છે.

વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે કે હનુમાનજીને લંકા જતી વખતે લંકાથી સાત યોજન દુર રોકવામાં આવેલા આ જગ્યાએ બર્મુડા ત્રિભંગ પણ ભૌગોલીક રીતે હાલ તો આ વાત શક્ય નથી. શ્રીલંકા અને આ ટ્રાયેન્ગલ વચ્ચે ઘણુ બધુ અંતર છે.

ક્રિસ્ટોફર કોલંબસનો અનુભવ

દુનિયાની સફરે નિકળેલા ક્રિસ્ટોફર કોલંબસ જ્યારે અહિથી પસાર થયો ત્યારે તેને પણ આવો કઈક અનુભવ થયો હશે.તેણે એક અદ્રભુત પ્રકાશ જોયો હતો અને તેઓ પણ પોતાની એક બુકમાં લખે છે આકાશ થી સમુદ્ર સુધી આગની જવાળાઓ દુરથી દેખાતી હતી. અહિના આજુબાજુના વિસ્તારોમાં હોકાયંત્ર પણ કામ કરતુ બંધ થઇ ગયુ હતુ.
નાસાને પણ અવકાશમાં થયો હતો અનુભવ

અમેરીકાની અવકાશ સંશોધન સંબંધિત સંસ્થા નાસાના અવકાશયાત્રી રહિ ચુકેલા ટેરી વર્ટસ જણાવે છે કે તેમને પહેલ અવકાશ અભિયાનમાં જ આ વાતનો અનુભવ થયો હતો.તેઓ સુવા જઈ રહ્યા હતા. ત્યારે તેમની આંખો ભયંકર સફેદ કિરણોને લીધે અંજાઇ ગઇ હતી. ટેરી વર્ટસ કહે છે કે, આકાશમાં એક એવો વિસ્તાર છે કે, જેને બર્મુડા ટ્રાઇ એન્ગલ કહેવામાં આવે છે.અવકાશમાં બર્મુડા ટ્રાઇ એન્ગલ એટલાન્ટિક મહાસાગર અને બ્રાઝીલ ઉપરના આકાશમાં છે. આ વિસ્તારમાંથી જ્યારે અવકાશયાન અથવા સ્પેશ સ્ટેશન પસાર થાય છે. ત્યારે કમ્પ્યુટર રેડિએશનનો શિકાર બની જાય છે. એટલે આ વિસ્તારમાંથી સ્પેશ શટલ અને યાન જલ્દીથી જલ્દી પસાર થઇ જાય છે. આ કારણે દુનિયાનુ સૌથી શક્તિશાળી દુરબીન હબલ આ વિસ્તારમાં પસાર થતી વખતે પોતાના કાર્યો કરવાનુ બંધ કરી દે છે.

ફ્લાઇટ-૧૯ની ઘટના

૧૯ એપ્રિલ ૧૯૬૮ના રોજ ફ્લાઇટ -૧૯ વિશે એ પણ જાણવા મળ્યુ કે તેના પાઇલોટ આ ટ્રાયેન્ગલમાં પ્રવેશ બાદ વારંવાર સુચન આપતા હતા કે અમે સફેદ પાણીમાં પ્રવેશ કરી રહ્યા હોય એવુ લાગે છે. અહિ કઈક ગરબડ છે. અમને એવુ લાગે છે કે અમે મુશ્કેલીમાં છીએ” પાણીનો રંગનો લીલો હોય છે પણ અહિ સફેદ કેમ કહ્યુ હશે? આ પણ એક રહસ્ય છે.

શુ હતી ૧૯૪૫ ની હવાઇ જહાજ દુર્ઘટના?

૫ સપ્ટેમ્બર ૧૯૪૫માં અમેરીકી સેનાના પાંચ ફાઇટરપ્લેન ઉડાન ભરી.૧૨૦ માઇલનુ અંતર કાપી પરત આવવાનુ હતુ. જ્યાથી પસાર થવાનુ હતુ એ જગ્યા બર્મુડા ત્રિભંગમાં આવતી હતી. પાંચ પાઇલોટ ઉડાનના એક કલાક પછી કંટ્રોલરૂમને એવો સંદેશો આપ્યો કે તેઓ નુ હોકાયંત્ર કામ કરતુ બંધ થઈ ગયુ છે. અને તેઓ ક્યાય અટવાઇ ગયા છે. એટલા સંદેશની સાથે કંટ્ર્રોલરૂમ સાથે સંપર્ક તુટી ગયો.ત્યાર બાદ સાંજે એક સંદેશો આવ્યો કે પ્લેનમાં ઇંધણ પુરુ થઈ ગયુ છે એટલે બધા પાઇલટ કુદવાની તૈયારી કરે. કંટ્રોલ રૂમને આ સંદેશો મળતા પીબીએમ-૫ પ્લેન સાથે જ એક મૈરીનર ફ્લાઇંગ બોટ જે હવામાં ઉડી પણ શકે અને તરી પણ શકે એવી બોટ સાથે કાફલો રવાના થયો હતો પણ મૈરીનર ફ્લાઇંગ બોટની થોડાજ કલાકોમાં હવામાં બ્લાસ્ટ થવાનો સંદેશો આવે છે પણ પાંચેય જહાજની માહિતી પ્રાપ્ત થઇ હતી જેમા એક જહાજ ના પાઈલટ રોબર્ટ કાક્સ હતા. રોબર્ટ કાક્સ કે કહ્યુ કે તેઓ કોઇ નાનકડા ટાપુ ઉપર ઉડી રહ્યા છે. આ સિવાય તેઓને ક્યાય જમીન દેખાતી નથી પણ તપાસ દરમ્યાન એવુ પણ જાણવા મળ્યુ કે તેઓ પોતાના નક્કિ કરેલા રૂટ ચાલ્યા ન હતા અન્યથા તેઓને અનેક ટાપુઓ જોવા મળ્યા હોત.ત્યાર બાદ આજ સુધી પાંચેય પ્લેનનો કોઇ ભાગ કે પાઇલટની લાશો કઈ પણ આજ સુધી મળ્યુ જ ન હતુ.કેટલાય મહિના સુધી તપાસના અંતે એવો રીપોર્ટ કરવામાં આવ્યો કે આ ઘટના પાઇલોટના માર્ગ ભટકવાથી થઈ છે. આ ઘટના પછી જ દુનિયાની સામે આવ્યો બર્મુડા ટ્રાયેન્ગલ.

હોકાયંત્રની વિસંગતતા અંગેનો દાવો

હોકાયંત્ર દિશા ભટકી જવાની ઘટના આટ ટ્રાયેન્ગલ પર બને છે. આ ઘટનાને સામાન્ય ઘટના તો ન જ ગણી શકાય પણ પૃથ્વી પર પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યા ગુરુત્વાકર્ષણ બળ વિરુધ્ધ કાર્ય કરે છે. ઘણીવાર વાંચ્યુ કે એક જગ્યા એવી છે. જ્યા તમે ઢાળમાં ગાડી મુકી દો તો ઓટોમેટીક ઉપર ચડતી જણાય આ એક ચુંબકિય ક્ષેત્રથી પ્રભાવિત જગ્યા જ છે.

સ્પેન્સર લિંબો ઓફ ધ લાસ્ટ, ધ બરમુડા ટ્રંગલ, ધ ડેવિલ્સ ટ્રેંગલ્સ જેવા અનેક લેખ અને પુસ્તકો પ્રસારીત થઈ ચુકયા છે.

મેરી સ્ટેલીમાં ૪ ડિસેમ્બર ૧૮૭૨માં એક જહાજ રહસ્યમય રીતે ગાયબ થયુ.

-૧૯૧૮માં ૩૦૯ પ્રવાસીઓ સાથે બાર્બાડોસથી રવાના થયેલુ જહાજ અહિ ગુમ થઈ ગયુ હતુ.

-૧૯૫૫માં પણ અનેક તોફાનો બાદ આબાદ બચેલુ જહાજ અહિ ગુમ થયુ હતુ.

-૧૯૫૮ના ડગ્લાસ ડીસી-૩ આ ત્રિભંગ પર ગુમ થયુ હતુ. આ ઉપરાંત ફ્લાઇટ૧૯, સ્ટાર ટાઇગર જેવા જહાજો ગાયબ થઈ ગયાનુ માનવામાં આવે છે.

જહાજ ગાયબ થવા અંગે લોકમાન્યતાઓ

– અહિ એક ગાઢ પ્રકારનુ ધુમ્મસ છે. જેના લીધે જહાજો અટવાઇ જાય છે.

– બીજુ કારણ એ પણ કહેવામાં આવે છે કે આ ક્ષેત્રમાં મિથેન ગેસનો ભંડાર છે. જેના કારણે પાણીનુ ઘનત્વ ઓછુ થઇ જાય છે અને જહાજ પાણીમાં ડુબવા લાગે છે.

– એક એવી માન્યતા પણ છે કે, આ એલીયન્સ નો વિસ્તાર છે.

– પ્રાકૃતિક બાબતો અને અભેદ શક્તિને કારણે એટલાંટીસ શહેર ગાયબ થઈ ગયુ છે.

– કેટલાક પાઇલટ એમ પણ કહે છે કે, શક્તિશાળી એટલે કે ઇલેક્ટ્રોનથી ભરપુર ધુમ્મ્સની એક ટનલ વચ્ચેથી તેઓએ પ્લેન પસાર કર્યુ હતુ. આ ૨૮ મિનીટના પસાર થવાના સમય દરમ્યાન તમામ પ્લેન અને કંટ્રોલનો સંપર્ક છોડી દિધો હતો. જ્યારે આ વિસ્તારમાંથી બહાર નિકળ્યા ત્યારે પહેલાની જેમ સંપર્ક સંધાઇ ચુક્યો હતો.

-એક સંશોધન જેઓએ દાવો કર્યો કે તેઓએ ત્યાના વાતાવરણનો ઉંડાણ પુર્વક અભ્યાસ કર્યો. તેઓના સંશોધન મુજબ આ ત્રિભંગ ઉપરથી ૧૭૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે હવા પસાર થતી હતી. હવાઇ જહાજ તેની જપેટમાં આવી જાય એ પણ સ્વાભાવિક છે. તથા સૌથી વધુ ઘનત્વવાળા વાદળો હોવાથી વિમાનનુ તેની સાથે ઘર્ષણ થાય છે અને વિસ્ફોટ પણ થાય છે તથા મજબુત ચુંબકિય શક્તિને કારણે જહાજ કે વિમાન સમુદ્રમાં ખેચાઇ જાય છે.

-પરંતુ આ દાવાનુ ખંડન કરવામાં આવ્યુ કેમ કે આજુબાજુમાં વસેલા ટાપુઓ પર વાતાવરણમાં કોઇ ફેરફાર જોવા નથી મળ્યો કે ના તો ગુરુત્વાકર્ષણ બળ કે ચુંબકિય બળની અસર જોવા મળે. જો સમુદ્રમાં ૧૭૦ માઇલ પ્રતિ સેકન્ડની ઝડપે પવન ફુંકાતો હોય તો તેની અસર તેના આજુબાજુના ટાપુ પર થવી જ જોઇએ.

બર્મુડા ટ્રાયેન્ગલ કોઇ દેવી શક્તિ નહિ પણ એક સંજોગ છે કે એક અફવા છે એવા કેટલાય તથ્યો મે એકત્રિત કર્યા છે, આવો તેનો પણ અભ્યાસ કરીએ.

-લોરિસ ડેવિડ કુસ્ચે એ આ ઘટનાઓ પર અભ્યાસ કર્યો હતો. તેઓએ કહ્યુ કે, ઘણીવાર અજાણ્યે જ બનેલી ઘટનાઓને પણ આ ટ્રાયેન્ગલ સાથે જોડીને રહસ્યો ઉભા કરવામાં આવે છે.

-સમુદ્રના અન્ય ભાગમા બનેલ દુર્ઘટનાના પ્રમાણમાં અહિની દુર્ઘટનાની સંખ્યામાં વધુ અંતર નથી.

-ઘણી જ ઘટનાઓમાં દરીયાઇ તોફાનોને લીધે દસ પંદર દિવસ જહાજો મોડા પહોચે તો, તે પંદર દિવસ દરમ્યાન એવી વાતો ફેલાવવામાં આવે કે આ ટ્રાયેન્ગલનો પ્રભાવ છે પણ એ જહાજ પરત ફરે છે. ત્યા સુધીમાં આ વાત તો વિશ્વમાં પહોચી ગઇ હોય છે.

-આ ઉપરાંત એક સામાન્ય દાવો એવો પણ છે કે, આ ટ્રાયેન્ગલ ભુભાગથી ઘણો જ નજીક છે. પુએર્ટો રિકો, બહામાસ, બર્મુડા વગેરે વિશાળ માનવવસ્તી ધરાવે છે. અહિથી ક્યારેય કોઇ વ્યક્તિ કે વસ્તુ ક્યારેય ગુમ થઈ નથી. આ ઉપરાંત અહિ એક એરપોર્ટ પરથી ૪૦,૦૦૦ ફ્લાઇટ ઉડાન ભરે છે.

-દ્રિતિય વિશ્વયુધ્ધ દરમ્યાન અને યુધ્ધ જહાજો પર છાપામારી કરવામાં આવતી હતી. તે જહાજોનુ શુ થયુ એ આજે પણ ખ્યાલ નથી અનેક લોકો આ ઘટનાને પણ આ ત્રિભંગ સાથે જોડી દે છે.

-આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવેલો છે કે, ઘણી વખત દરીયાઇ સાહસિકો પોતાના શક્તિ બહારના સાહસો કરવાને કારણે એટલે કે જડતાને કારણે પણ આવી ઘટનાઓમાં સંપડાઇ જતા હોય છે. કોઇ વિશાળ ભમરીઓમાં સંપડાઇ ગયા પછી તેનો કાટમાળ કે વ્યક્તિ વર્ષો સુધી કિનારે નથી આવી શક્તો અને તેને પણ આ ત્રિકોણ સાથે જોડવામાં આવે છે.

-સમુદ્રી ચાંચીયાઓ દ્વારા ઘણી વખત જહાજોને બંધક બનાવવામાં આવે છે. ત્યારે પણ આ ઘટના સાથે જોડી દેવામાં આવે છે.

-સન ૧૯૪૫માં થયેલ હવાઇ જહાજોના ગુમ થવાની ઘટના ને બાદ કરતા કોઇ દુર્ઘટનાઓનુ જેમા જહાજ અને વિમાન ગુમ થયા હોય તેવી બાબતોનુ કોઇ નક્કર પુરાવો આજ સુધી મળ્યો જ નથી.

-૨૦૧૩માં એક સંસ્થા World Wide Fund for Nature એ સમુદ્રીયાત્રીઓ માટે સૌથી ભયાનક જગ્યા જાહેર કરેલી તેમાં આ જગ્યાનો ઉલ્લેખન નથી તેનુ કારણ કે કોઇ નક્કર પુરાવાઓ નથી.

બર્મુડા ટ્રાયેન્ગલના રહસ્યો વર્ષોથી ઘેરાયેલા અને વિવાદિત છે. દુનિયાનો એક વર્ગ એવો છે કે જેઓ આ રહસ્ય વધુને વધુ ગાઢ બનાવવાના પ્રયત્નો કરે છે અને એક વર્ગ એવો પણ છે કે જેઓ પ્રાયોગીક ચકાસણી અને તથ્યોને આધારે આ તમામ મુદ્દા અને રહસ્ય એક અફવા છે એવુ સાબિત કરે છે.અનેક દુર્ઘટનાઓને બર્મુડા ટ્રાયેન્ગલ સાથે જોડવામાં આવી છે આ પણ સત્ય જ છે. નાસા દ્વારા પણ આ બાબતે દશકાઓ પહેલા કરવામાં આવેલા દાવા સિવાય કોઇ નોંધ લેવાઇ નથી. કુદરતની અદ્રશ્ય શક્તિ સામે આધુનિક દુનિયા પણ વામણી છે. આ રહસ્ય એક સદીથી રહસ્ય છે અને આવનારી સદીમાં જો નાસા જેવી સંસ્થાઓ રહસ્ય ઉકેલવા પ્રયત્ન કરશે તો સફળતા મળશે.

બર્મુડા ટ્રાયેન્ગલ રહસ્ય કે અફવા
વિજય ખુંટ “શોર્ય” ની કલમે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *