સોશિયલ મીડિયામાં યુવકો સાથે ફ્રેન્ડશીપ કરનાર યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો- અમદાવાદની સગીરાને…

અમદાવાદ(ગુજરાત): સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ માટે ચેતવણી સમાન બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ વાપરતી સગીર વયની છોકરીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા બાદ…

અમદાવાદ(ગુજરાત): સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ માટે ચેતવણી સમાન બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ વાપરતી સગીર વયની છોકરીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા બાદ પ્રેમજાળમાં ફ્સાવી હતી. એટલું જ નહીં, મોડેલિંગ અને ડાન્સના શોમાં ભાગ લેવાના બહાને મુંબઈ બોલાવી હોવાનો બનાવ અમદાવાદમાંથી સામે આવ્યો છે.

મુંબઇના બે યુવકોએ અમદાવાદના શેલા ગામમાં આવેલા વૈભવી બંગલામાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી વેપારીની દીકરીને ઇન્સ્ટાગ્રામ દ્રારા પ્રેમજાળમાં ફ્સાવી મોડેલિંગ અને ડાન્સના શોમાં મોકલવાના બહાને મુંબઈ બોલાવી હતી. પરંતુ સગીરાએ ના પાડતા આ યુવકોએ યેનકેન પ્રકારે સગીરાને મુંબઈ જતી ટ્રેનમાં બેસાડી દીધી હતી. જેની જાણ થતા જ પોલીસે સગીરાને શોધીને તેના પરિવારને સોંપી દીધી હતી.

મળતી માહિતી મુજબ, આ યુવકોની ધમકીથી ડરીને સગીરા ઘાટલોડિયામાં ટયૂશન જવાના બહાને કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચી હતી. તે દરમિયાન પ્લેટફેર્મ પર જાવેદ મલિક નામક વ્યક્તિ તેને મળ્યો હતો. ત્યાં અન્ય 2 યુવતીઓના નંબર આપી તેમને મળવા જણાવ્યું હતું. બીજી તરફ સગીરાને તેના પિતા રાતે 8 વાગે પરત લેવા ગયા ત્યારે સગીરા ક્લાસીસમાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, તેની બહેનપણીએ સગીરા મુંબઈના આદિલ નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. વડોદરા રેલવે પોલીસના કોઈ અધિકારીએ આ પોસ્ટ જોઈ હતી. વડોદરા ટ્રેનમાં આ સગીરા મુસાફરી કરતી હોવાનું આરપીએફએને જાણવા મળતા તેનો કબજો લીધો હતો.

ત્યારબાદ સગીરાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, મુંબઈના આદિલ નામના શખ્સ સાથે દોઢેક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયો હતો. પછી તેના મિત્ર ઓવેઝ જે મુંબઈમાં રહે છે તેની સાથે મિત્રતા થઈ હતી. બંને સાથે સગીરા ફોન પર વાતચીત કરતી હતી. ઓવેઝે ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ તસવીરો અને મેસેજ કરતો હતો. પોતાને એક્ટિંગ અને ડાન્સિંગનો શોખ હોવાને કારણે તેને 13 ઓગસ્ટના રોજ મુંબઈ આવવા માટે જણાવ્યું હતું. પરંતુ સગીરાને કંઈક ખોટું લગતા તેને જવાની ના પાડી હતી. જેથી આદિલ અને ઓવેઝે તેને અમદાવાદ આવીને સગીરાને ઉઠાવીને લઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *