વિરસદમાં મૃત્યુ પામેલ સ્વજનોના મોક્ષ માટે કરવામાં આવ્યું ભાગવત કથાનું આયોજન

વિરસદ(ગુજરાત): કોરોનાકાળ(Coronal period) દરમિયાન લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમના મોક્ષ માટે વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર…

વિરસદ(ગુજરાત): કોરોનાકાળ(Coronal period) દરમિયાન લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમના મોક્ષ માટે વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી 1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી વિરસદમાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલ લોકોના મોક્ષ માટે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ તથા સમસ્ત સત્સંગ સમાજ વિરસદ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષ કથા પારાયણમાં આજે ધર્માચાર્ય મિલન યોજવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણવ સંપ્રદા ના પુષ્ટિમાર્ગ ગોસ્વામી પરમ પૂજ્ય વલ્લભાચાર્યજી મહારાજના વંશમાં બિરાજતા પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી કામવન અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય મહારાજ શ્રી 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પારાયણમાં લાખો હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે.

બંને ધર્માચાર્યો શ્રી દ્રારા ત્યાં ઉપસ્થિત હરિભકતોને ઓનલાઇન SVG અને શિક્ષા ટીવી ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ ના માધ્યમથી ઘરે બેસીને હજારો હરિભક્તો અને ધર્મપ્રેમી સજ્જનોને પોતાની અમૃતવાણીનો દિવ્ય લાભ આપવામાં આવે છે. એટલું જ નહીં, સનાતન વૈદિક હિન્દૂ ધર્મની અને સંપ્રદાયના સિદ્ધાંતોની સમજણ પણ આપવામાં આવી અર્હી છે.

આમ વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી 1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી અવારનવાર આવા સમાજને મદદ કરવા માટે આગળ આવતા હોય છે. ત્યારે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરીને મહારજશ્રીએ હજારો હરિભક્તોના મનમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *