ભગવંત માનની રોજગાર અને સરકારી નોકરી વિષયક આ એક જાહેરાતે ગુજરાત સરકારને દોડતી કરી- જાણો જલ્દી

પંજાબમાં આમ આદમી પાર્ટીના ભગવંત માને સત્તાની કમાન સંભાળતાં જ એક્શન મોડમાં આવી ગયા છે. સત્તા સંભાળ્યાના ૪૮ કલાકમાં જ પંજાબના સરકારી વિભાગોની અલગ-અલગ ખાલી…

પંજાબમાં આમ આદમી પાર્ટીના ભગવંત માને સત્તાની કમાન સંભાળતાં જ એક્શન મોડમાં આવી ગયા છે. સત્તા સંભાળ્યાના ૪૮ કલાકમાં જ પંજાબના સરકારી વિભાગોની અલગ-અલગ ખાલી પડેલી 25 હજાર જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પંજાબ પોલીસની 10000 પોસ્ટ નો પણ સમાવેશ છે. સાથે સાથે કહેવામાં આવ્યું છે કે આ ભરતીની પ્રક્રિયા એક મહિનાની અંદર શરૂ કરી દેવામાં આવશે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ બહુમતિ સાથે ની સરકારે કેબિનેટ રચના કરી દીધી છે. સાથે સાથે તેમના કેબિનેટમાં તમામ વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવંત માનની કેબિનેટમાં બે ખેડૂત, ત્રણ વકીલ, બે ડોક્ટર, એક સામાજિક કાર્યકર, એક એન્જિનિયર ને શપથ લેવડાવવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીએ ચૂંટણી સભાઓમાં કરેલા વાયદાઓ ને અનુસરીને પહેલી જાહેરાત યુવાનોને નોકરી માટે કરી દીધી છે. ભગવંત માંની સરકારના મંત્રાલયમાં 10 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. તેમાંથી આઠ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને બે ધારાસભ્યો અગાઉ પણ આ પદ પર રહી ચૂક્યા છે. પંજાબની કેબિનેટમાં 18 પદ બનાવવામાં આવ્યા છે.

ભગવંત માનની આ જાહેરાત બાદ ગુજરાત સરકાર ને ગુજરાત આમ આદમી પાર્ટીની નીશાને લઈ રહી છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતી મતદારોને પંજાબ મોડેલના આધારે રીઝવવાનો પ્રયાસ કરવામાં આવશે તે નક્કી છે, ત્યારે હવે ગુજરાતની ભાજપ સરકાર સામે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે શું પ્રચાર કરશે તે વિચારતા કરી દીધા છે. કારણ કે ગુજરાતમાં રોજગારી અને પેપર લીકનો મુદ્દો સળગ્યો છે.

આમ આદમી પાર્ટીએ 117 વિધાનસભા સીટ વાળી પંજાબ વિધાનસભામાં કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ, બહુજન સમાજ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સહિતના પક્ષો ને હરાવીને 92 સીટ મેળવી છે. કેબિનેટમાં માલવા અને માઝા ક્ષેત્રના મંત્રીઓનો દબદબો જોવા મળ્યો છે

જો કે, AAP ધારાસભ્યો જેમણે પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્ની, કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ, પ્રકાશ સિંહ બાદલ અને SAD ના સુખબીર સિંહ બાદલ અને પંજાબ લોક કોંગ્રેસના વડા અમરિંદર સિંહ જેવા દિગ્ગજ નેતાઓને હરાવ્યા હતા તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *