ભાનુશાળી હત્યાકાંડનો માસ્ટર માઈન્ડ BJP નેતા છબીલ પટેલ અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો

ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી અને તેનો આરોપ ભાજપના નેતા છબીલ પટેલ પર લાગ્યો છે, તેઓ…

ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી અને તેનો આરોપ ભાજપના નેતા છબીલ પટેલ પર લાગ્યો છે, તેઓ અત્યાર સુધી વિદેશમાં હતા અને અમદાવાદ એરપોર્ટ પર આવતા જ પોલીસે તેમની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે, આજે સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યાં હતા, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં ત્યાં હાજર પોલીસે તેમની અટકાયત કરી હતી. રાણીપ સ્થિત રેલવે એસપી ઓફિસ ખાતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આજ વહેલી સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી. રાણીપ સ્થિત રેલવે એસપી ઓફિસ ખાતે છબીલની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

જયંતી ભાનુશાળીની હત્યા બાદ વિદેશ ભાગી ગયેલો છબીલ પટેલ તેના સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હોવાની પોલીસને જાણ હતી. તેથી તેનો પુત્ર સિધ્ધાર્થ પટેલની શોધખોળ ચાલતી હતી. તેવામાં ગોવાના ગેસ્ટ હાઉસમાં છુપાઈને રહેતો હતો તે સિધ્ધાર્થ પણ સામેથી પોલીસને શરણે થયો હતો.

છબીલ પટેલ સંબંધીઓની ધરપકડ તથા તેની મિલકતો ટાંચમાં લેવાની પોલીસની તજવીજથી ગભરાઈને છબીલ ગમે ત્યારે પોલીસના શરણે થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. સાથે જ પોલીસે તમામ એરપોર્ટ પર લુક આઉટ નોટીસ પણ જાહેર કરી હતી.

ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડીને છબીલ પટેલ 2જીજાન્યુઆરીએ વિદેશ જતો રહ્યો હતો. બાદમાં 7મી જાન્યુઆરીએ પુણેના બે શાર્પશુટરોએ ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતાં ભાનુશાળીની ગોળીઓ મારીને હત્યા કરી હતી.

COMMENT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *