છત્રી વગર અને રિચાર્જ પણ નહિ, માત્ર 1200 રૂપિયાના સેટઅપ બોક્સમાં TV ઇન્ટરનેટ બધું ચાલશે મફત

Published on Trishul News at 12:19 PM, Thu, 12 September 2019

Last modified on April 3rd, 2020 at 6:17 PM

હાલમાં યુટ્યુબ માં એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે.જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે ડીશ ટીવીના મોંઘા રિચાર્જને હવે ભૂલી જવાનો સમય આવ્યો છે. માર્કેટમાં ફ્રી ટીવી ચેનલ્સ જોવા માટે નવું સેટ ટોપ બોક્સ આવી ચૂક્યું છે. આ બોક્સને વેચનારા સેલરનું કહેવું છે કે તેનાથી 150 ચેનલ્સ ફ્રી જોઈ શકાશે. આ સિવાય, આ ચેનલ માટે કોઈ પ્રકારની છત્રી લગાવાની પણ જરૂર નહિ રહે. એટલે કે આ બોક્સને માત્ર ટીવીથી કનેક્ટ કરવાનું છે. તેનું નામ ‘ઇન્ટરનેટ સેટટોપ’ બોક્સ છે.

આ ડીવાઈસ એક કોમ્પેકટ સાઈઝ સેટ ટોપ બોક્સ છે. જેને તમે તમારા ખિસ્સામાં પણ રાખી શકો છો. તેની ખાસ વાત છે કે તેને ઇન્ટરનેટની મદદથી ઉપયોગમાં લઇ શકાય છે. એટલે કે ઇન્ટરનેટ કનેક્શન પછી આ હાઈટેક બૉક્સ બની જાય છે અને પછી દરેક ચેનલ્સને જોઈ શકાય છે. તેને કેબલ કે પછી વાઇફાઇથી પણ કનેક્ટ કરી શકાય છે. સાથે સાથે પેનડ્રાઈવ પણ ચાલી શકે છે.

આ વખતે દિલ્લીમાં સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સના ઑનર એ જણાવ્યું કે, સેટ ટોપ બોક્સ મેડ ઇન ઇન્ડિયા છે. આ સૌથી નાનું સેટ ટોપ બોક્સ પણ છે. તેને ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ વગર પણ ઉપયોગ માં લઇ શકાય છે. ઇન્ટરનેટ કનેક્શન પછી તેના પર 1000થી વધારે ચેનલ્સ આવે છે. જો ઇન્ટરનેટ નથી તો પણ 150 ચેનલ્સ જીવનભર માટે ફ્રી માં જોઈ શકાશે.

દરેક ટીવી સાથે થશે કનેક્ટ

આ સેટ ટોપ બોક્સને દરેક પ્રકારના ટીવીથી કનેક્ટ કરી શકાય છે. સેટઅપ બોક્સમાં એન્ટેના ઈન પોર્ટ, RC કેબલ પોર્ટ, HDMI પોર્ટના ઓપ્શન આપેલા છે.તેના આગળના ભાગમાં ડોંગલ લગાવા માટે USB પોર્ટ છે. આ સેટ ટોપ બોક્સની કિંમત 1500 રૂપિયાથી શરૂ થાય છે. આવા સેટઅપ બોક્સને કારણે લોકો સરળતાથી મનોરંજન માણી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "છત્રી વગર અને રિચાર્જ પણ નહિ, માત્ર 1200 રૂપિયાના સેટઅપ બોક્સમાં TV ઇન્ટરનેટ બધું ચાલશે મફત"

Leave a comment

Your email address will not be published.


*