ગાંધી પરિવાર ના કોઈ પણ સભ્યો ઈએ લીધો પ્રણવ મુખર્જી ભારત રત્ન પુરસ્કાર સમારોહમાં ભાગ.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિભવનમાં આયોજન કરવામાં આવેલ આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને…

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિભવનમાં આયોજન કરવામાં આવેલ આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રણવ મુખરજીને ભારત સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર તરીકે સન્માનિત કર્યા હતા. જો કે આ સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુપીના ચેરપર્સન સોનિયા ગાંધી જોવા મળી રહ્યા ન હતા.

મળેલી જાણકારી અનુસાર રાહુલ ગાંધીને રાષ્ટ્રપતિભવનમાં સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા રાહુલ ગાંધીએ સમારોહ વચ્ચેથી જ છોડી દીધો હતો. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ આ સમારોહમાં જોવા મળી રહ્યા ન હતા. જ્યારે કોંગ્રેસના નેતા આનંદ શર્મા, અહમદ પટેલ, ભૂપેન્દ્રસિંહ હુડા,આર.પી.એન સિંહ, સુસ્મિતા દેવ અને શશી થરૂર પણ રાષ્ટ્રપતિ ભવન સમારોહમાં હાજર રહ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાંત પણ રાષ્ટ્રપતિ કોવિંદે ભુપેન્દ્ર હજારિકા નો પુરસ્કાર તેના પુત્ર તેજ હજારીકા ને આપ્યો હતો.

તે ઉપરાંત નાનાજી દેશમુખ નો એવોર્ડ દીન-દયાળ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ના ચેરમેન વિરેન્દ્રજીત સિંહ ને આપવામાં આવ્યો હતો. ભુપેન્દ્ર હજારિકા અને નાનાજી દેશમુખ ને મરણોપરાંત આ પુરસ્કાર દેવામાં આવ્યો હતો. ભારત રત્ન સન્માન ની જાહેરાત સ્વતંત્ર દિવસના આગળ ની સંધ્યાએ 25 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

ભારત રત્ન પુરસ્કાર એ ભારત ના સર્વોચ્ચ નાગરિક નું સન્માન છે. આવું સન્માન રાષ્ટ્રીય સેવા માટે દેવામાં આવે છે. આ સેવાઓમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક સેવા અને રમત-ગમત નો સમાવેશ થાય છે. આ ભારત રત્ન સન્માન ની સ્થાપના 2 જાન્યુઆરી 1954 માં ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. ભારત રત્ન એવોર્ડ સૌથી પહેલી વખત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ને આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *