પટેલની બાઈઓને શીશીમાં તેલ લેતી કરી દેવાનું કહેતા પિતાના દીકરાને જ પાટીદાર મહિલાએ હંફાવી દીધો

Published on: 1:10 pm, Tue, 29 March 22

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) પોતાના રંગીલા મિજાજને કારણે પ્રેમની ગલીઓમાં બદનામ છે, ૧૫ થી વધુ ગર્લફ્રેન્ડ ફેરવનારા ભરતસિંહને તેની પત્ની રેશમા પટેલ વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી સબંધ કડવા ચાલી રહ્યા છે. પત્ની રેશમા પટેલે (Reshma Patel Solanki Bharatsinh Solanki’s wife) આ વિવાદ બાદ સરકાર પાસે પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે. અને તેઓ ભરત સિંહને છૂટાછેડા નહિ આપે તેવો હુંકાર કર્યો છે.

હાલમાં તો રેશમા પટેલે પોતાના પતિને પાણી ભરતા કરી દીધા છે અને આ વિવાદ થયા બાદ ભરતસિંહ પોતે દિલ્હી રહીને પોતાનું રાજકારણ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભૂતકાળ સાક્ષી છે કે તેમના પિતાએ પાટીદાર સમાજની મહિલાઓ માટે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે હવે પોતાના ઘરે જ આવીને અટક્યા છે અને રેશમા પટેલે ભરતસિંહ સોલંકીને હંફાવી દીધા છે.

અમેરિકાથી પરત આવેલા રેશ્મા પટેલે બોરસદના ભરતસિંહના ઘર પર કબ્જો કરી લીધો હોવાની વાત સામે આવી છે. ત્યારે મીડિયાને રેશમા પટેલે જણાવ્યું હતું કે, ‘હું ઘરની આબરૂ બચાવવા માટે અમેરિકા ગઈ હતી. પરંતુ અમેરિકાથી પરત આવતા જ ભરતસિંહે મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી.’ તેમણે કહ્યું કે, ‘હું ત્રણ દિવસથી અહીં ઘરમાં આવું છું અને મને ધક્કામારીને બહાર કાઢે છે. મને ધમકી આપે છે કે તું ઘરમાં આવીશ તો મારી નાખીશું, એટલે નાછૂટકે મારે કોર્ટનો સહારો લેવો પડ્યો છે. હું હિંદુસ્તાનની નારી છું એટલે હું મારા પતિ પાસે જ રહેવાની છું અને મારે અહીં જ રહેવાનું છે’.

જાણવા મળ્યું છે કે રેશમા પટેલે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. રેશમા પટેલે કહ્યું કે, કોર્ટમાં જવું એ મારો અધિકાર છે અને એ માટે હું જઈશ. હાલમાં હું એમના ઘરે જાવ તો મને ધક્કા મારીને બહાર કાઢી મુકે છે. નાછૂટકે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટની મદદ લેવાનો વારો આવ્યો છે.

આ વિવાદ ત્યારે બહાર આવ્યો જયારે ભરતસિંહ સોલંકીએ પોતાની જ પત્નીની વિરૂદ્ધમાં એક જાહેર નોટિસ પાઠવી હતી. અને કહ્યું હતું કે, તેમના પત્ની રેશમા પટેલ સાથે હવે કોઈ પ્રકારનો સંબંધ નથી. છેલ્લાં ચાર વર્ષથી અમે અલગ રહીએ છીએ. મારી પત્ની મારા કહ્યામાં નથી. મનફાવે એમ વર્તે છે. કોઈ વ્યક્તિએ રેશમા પટેલ સાથે કોઈ રાજકીય લેવડ-દેવડ કરવી નહીં. છતાં કોઈ વ્યક્તિ કોઈ પ્રકારની લેવડ-દેવડ કરશે તો એની જવાબદારી મારી નથી.”

જેના જવાબમાં પત્ની રેશમા પટેલે વકીલ દ્વારા એક ખુલાસો કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, મારા પતિ ભરતસિંહ સોલંકીને કોરોના થયો ત્યારે મેં એમની ખૂબ જ સેવા કરી છે. સેવા કરીને એમને પુનઃજીવન આપ્યું છે. પણ સાજા થયા બાદ તેઓ છૂટાછેડા માટે દબાણ કરી રહ્યા હતા.

ભરતસિંહ ની નજીકની જ મહિલા કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે 17 થી વધુ ગર્લફ્રેન્ડના નામ પણ આપ્યા છે, અને તેણે દાવો કર્યો છે કે જો ભરતસિંહ કે છોકરીઓના ફોન ડીટેલ્સ કઢાવવામાં આવે તો ભરતસિંહની કાળી કરતૂતો બહાર આવે એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.