સલામત એસટી બસે વૃદ્ધ વ્યક્તિને લીધો અડફેટે, ઘટના સ્થળે જ થયું દર્દનાક મોત

રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી રહી છે. ભાવનગરમાં આવેલ વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી પસાર…

રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી રહી છે. ભાવનગરમાં આવેલ વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલ લોકલ ST બસની ટક્કરને લીધે એક આધેડનું મોત નીપજ્યું છે.

સલામત ST બસની ટક્કર મારતાં આધેડનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે, તો સરકારી બસનાં પૈડા બેફામ બન્યા હોય એવી પરીસ્થિતિ સર્જાઈ છે. અહી ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં જ ST બસની ટક્કરે અકસ્માતમાં મૃત્યુ પામવાની આ બીજી ઘટના છે. ગત ઘટના મોરબી શહેરમાં બની હતી જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.

ભાવનગર-ગારિયાધાર લોકલ બસની ટક્કર થતાંની સાથે જ આધેડ ઢળી પડ્યા હતા. રાહદારીઓએ એકત્ર થઈને એમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે, તેની પહેલાં જ તેમણે દમ તોડી નાખ્યો હતો.

મૃતકનાં પર્સમાંથી એક આધાર કાર્ડ મળ્યું હતું. જેમાં એમનું નામ મેર લીંબાભાઈ જણાવેલું હતું. જ્યારે સરનામું ભાલ વિસ્તારમાં આવેલ રતનપુરનું હતું. રતનપુર વલ્લભીપુર તાલુકામાં આવેલ નાનું એવું ગામ છે.ભાવનગરમાં આવેલ વિઠ્ઠલવાડી વિસ્તારની નજીક આવેલ એક સર્કલ પાસે ભાવનગર-ગારિયાધાર રૂટની ST બસ તથા સ્પ્લેન્ડર બાઇકની વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ભાવનગર શહેર પોલીસ ઘટનાસ્થળ પર આવીને મૃતકની ઓળખ વિધિ કરીને એમના સંબંધીઓને જાણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *