ઇતિહાસમાં સૌપ્રથમવાર સૌરાષ્ટ્રમાં બની આ ઐતિહાસિક ઘટના- જાણીને છાતી ગજગજ ફૂલી ઉઠશે

મોટાભાગના ક્ષેત્રોમાં હવે મહિલાઓ આગળ નીકળી ચુકી છે ત્યારે પુરુષોની સાથે ખભેખભો મળાવીને મહિલાઓ વિકાસના રાહ પર આગળ વધતી જઈ રહી છે. આવામાં ભાવનગર(Bhavnagar)ના ઈતિહાસમાં…

મોટાભાગના ક્ષેત્રોમાં હવે મહિલાઓ આગળ નીકળી ચુકી છે ત્યારે પુરુષોની સાથે ખભેખભો મળાવીને મહિલાઓ વિકાસના રાહ પર આગળ વધતી જઈ રહી છે. આવામાં ભાવનગર(Bhavnagar)ના ઈતિહાસમાં પહેલા ક્યારેય પણ બની હોય તેવી ઘટના એક મહિલાને લીધે બની છે. સમગ્ર દુનિયાના જહાજોને ભાંગવાનુ કામ કરતા અલંગના ઈતિહાસમાં સૌપ્રથમવાર કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને પહોંચી છે.

અલંગ(Alang)ના 38 વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમવાર લેડી કેપ્ટન જોવા મળી છે. જેને જાણીને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. 9 સપ્ટેમ્બરનો દિવસ અલંગના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. કારણ કે, આજનાં દિવસે એક મહિલા જહાજ હંકારીને તેને અલંગના કિનારે લઈ આવી હતી.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડ(Alang Shipbreaking Yard)ની સ્થાપના વર્ષ 1983માં થઇ હતી ત્યારથી લઇને અત્યાર સુધીનાં 38 વર્ષમાં કુલ 8,351 જહાજ ભાંગવા માટે અહીં આવી ચૂક્યા છે પણ કોઇ મહિલા કેપ્ટન જહાજ લઇને આવી હોય, તેવી આ સૌપ્રથમ ઘટના છે. સ્વીનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્કે(Captain Sophia Lundmark) અલંગનો ઈતિહાસ બદલી નાંખ્યો છે.

જહાજમાં મહિલા કેપ્ટન ભાગ્યે જ જોવા મળતી હોય છે ત્યારે સ્વીડનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્ક(Captain Sophia Lundmark) ઓઇલ ટેન્કર શિપ સેલી કુન્ટસેનને લઈને અલંગ પહોંચી હતી. આ જહાજ અલંગના પ્લોટ નંબર 63 માં લઈને સોફિયા પહોંચી ગયા હતા. જે ખુબ ગર્વની વાત છે. સોફિયા છેલ્લા 22 વર્ષથી જહાજ પરિવહનની સાથે સંકળાયેલ છે.

તેઓ સૌપ્રથમવાર જહાજ લઈને અલંગ પહોંચ્યા હતા. અલંગના દરિયા અંગે પોતાના અનુભવ જણાવતા કહે છે કે, મારા 22 વર્ષના અનુભવમાં મેં ક્યાંય અલંગના દરિયા જેવો કરન્ટ અનુભવ્યો નથી. અહીં જહાજનું એન્કર નાંખવુ તેમજ તેને ફરીથી ઉપાડવુ જોખમી છે પણ અહી સુધીનો મારો અનુભવ ખુબ જ સારો રહ્યો.

વિશ્વમાં જહાજ પર કામ કરતી સ્ત્રીનું પ્રમાણ ખુબ ઓછુ છે. તેમાં પણ લેડી કેપ્ટન ફક્ત 2% છે. જહાજ પર કરિયર બનાવવા અંગે સોફિયા જણાવે છે કે, જહાજના કેપ્ટન બનવા માટે મગજ તથા હ્રદયથી મજબુત રહેવું ખુબ જરૂરી છે. લોકો શું કહે છે તે બાબતોને અવગણતા રહેવું જોઇએ. જહાજ પર ક્રૂ મેમ્બરો એક નાની સોસાયટીની જેમ રહે છે, મહિનાઓ સુધી પાણીમાં રહેવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *