ભાવનગરના ખેડૂતો પર લાઠીચાર્જ મામલે હવે રાહુલ ગાંધી પણ આવ્યા મેદાને, ભાજપને લીધી આડે હાથ…

મહુવા પાસે અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગ પ્રોજેક્ટના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતો પર ગઈકાલે, બુધવારે પોલીસે લાઠીચાર્જ કરીને ટીયરગેસના સેલ છોડ્યા હતા. ઘણા મહિનાઓથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ચાલી રહેલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માઈનિંગ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી રહેલા ખેડૂતો અને સ્થાનિક લોકો પર પોલીસ દમનના ઉગ્ર પડઘા અત્યાર સુધી રાજ્યભરમાં પડી રહ્યા હતા પન હવે આ મામલો વધુ ઉગ્ર બનતો જાય છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પોતાનો ભાજપ વિરોધી સુર આલોપ્યો છે.

ખેડુતો પર લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા કરી છે. સોશિયલ મીડિયામાં ખેડૂતો પર લાઠીચાર્જને મુદ્દો બનાવ્યો છે. ઈજાગ્રસ્ત ખેડૂતના ફોટો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે જણાવ્યુ હતું કે માઈનિંગનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ થયો છે. ભાજપનો ખેડૂત વિરોધી ચરિત્ર સામે આવી ગયુ છે. મંદસૌરથી ભાવનગર સુધી ભાજપનું ખેડૂત વિરોધી ચરિત્ર છે.

ભાવનગરના તળાજામાં માઈનિંગના વિરોધ મામલે 91 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તમામ આરોપીઓને તળાજા કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન કોઈ પણ આરોપીના જામીન મંજૂર થયા ન હતા. જામીન ન મળતા તમામ આરોપીને ભાવનગરની જેલમાં મોકલવામાં આવ્યા હતા.