વૈજ્ઞાનિકો કે ડીસ્કવરી વાળા પણ મહાભારત કાળના આ કુંડની ઊંડાઈ માપી શક્યા નથી- જાણો અહી

દુનિયામાં આજે પણ એવા કેટલાય રહસ્યો છે, જે હજી સુધી વણ ઉકેલ્યા જ છે. અને સદીઓથી આ રહસ્યો પરનો પડદો હજી સુધી ઊંચકાયો નથી. કારણકે તે વિશે વૈજ્ઞાનિકો ને પણ સફળતા હાથ મળી નથી. આજે અમે તમને ભારતના જ એવા રહસ્યમય કુંડ વિશે જણાવીશું, જેની ઉંડાઇ હજી સુધી કોઈ વૈજ્ઞાનિકો જાણી શક્યા નથી.

આ કુંડ વિશે કહેવામાં આવે છે કે મહાભારત કાળમાં જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા અને જ્યાં ત્યાં ભટકી રહ્યા હતા . ત્યારે તેઓને ખૂબ જ તરસ લાગી પરંતુ તેમને ક્યાંય પણ પાણી નસીબ થયું નહીં. ત્યારે ભીમે પોતાની ગદા લઈને જમીન પર જોરથી મારી અને ત્યાં એક કુંડ બનાવ્યો. જેમાં પાણી નીકળ્યું અને પાંડવોએ પોતાની તરસ છીપાવી કહેવાય છે કે આ ૪૦ થી ૮૦ મીટર પહોળો કુંડ જોવામાં ગદા જેવો જ દેખાય છે.

આ કુંડ દેખાવમાં તો બિલકુલ સામાન્ય લાગે છે પરંતુ તેની ખાસિયત તમને હેરાન કરી દેશે. આ કુંડ વિશે કહેવાય છે કે, જ્યારે એ સિવાય કોઈ પણ પ્રાકૃતિક આપત્તિ આવવાની હોય, ત્યારે આ કુંડનું પાણી આપો આપો વધવા લાગે છે. પ્રાકૃતિક આપત્તિ એટલે કે પુર તોફાન સુનામી વગેરે.

કહેવાય છે કે આ રહસ્યમય કુંડ ની ઊંડાઈ જાણવા માટે સ્થાનીય પ્રશાસન થી લઈને વિદેશી વૈજ્ઞાનિકો અને ડિસ્કવરી ચેનલ ઓએ પણ કોશિશ તો કરી છે. પરંતુ કોઈને સફળતા હાથ લાગી નથી. વિશેષજ્ઞોનું માનીએ તો વિદેશી વૈજ્ઞાનિકો એક વખત આ કુંડની ઊંડાઈ માપવા માટે ૨૦૦ મીટર અંદર કેમેરો મોકલ્યો હતો. પરંતુ તો પણ આ કુંડની ઊંડાઈ મપાઈ શકી નહોતી.

આ કુંડ વિશે એવું પણ કહેવામાં આવે છે કે આ કુંડમાં આવતો પાણી બિલકુલ પવિત્ર છે અને ક્યારેય ખરાબ થતું નથી. જ્યારે સામાન્ય રીતે એક સ્થળે સ્થિર થયેલું પાણી ધીરે ધીરે ખરાબ થઈ જાય છે. પરંતુ ગંગાના પાણીમાં આ કુંડનું પાણી ક્યારેય ખરાબ થતું નથી.

આજે પણ વૈજ્ઞાનિકો પાસે આ વાતનો જવાબ નથી કે કુંડ ની ઊંડાઈ કેટલી છે અને વૈજ્ઞાનિકો પણ હજી સુધી કારણ તપાસી શક્યા નથી, કે શા માટે કોઈ લઈ આવવાનો હોય ત્યારે આ કુંડનું જળસ્તર આપોઆપ વધવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: