એક સમયે ઘરમાં એક ટાઇમ ખાવાના પણ ઠેકાણા નહોતા, પણ આજે IPS તરીકે ફરજ બજાવે છે આ પટેલ યુવાન. જાણો વિગતે

Published on Trishul News at 1:20 PM, Mon, 12 August 2019

Last modified on January 24th, 2020 at 11:11 AM

આપણે ઘણા એવા ઓફિસર જોયા હશે જેમની પરિસ્થતિ ખુબ જ નબળી હોય છે. એક સમયે ઘરમાં ખાવાના પણ ફાંફા હોય અને દીકરો દેશનો સૌથી મોટો પોલીસ એટલે કે આઇપીએસ  બને તો? આવું જ થયું છે ભોજરામ પટેલ સાથે. ભોજરામ પટેલ નાનકડા ગામમાંથી ભલે આવતા હોય પણ તેમના મોટા વિચારોની મદદથી તેઓ  કઠિન પરિસ્થિતિનો સામનો કરીને આજે આઈપીએસ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

આપણે વાતો કરીએ છે કે કઠિન સ્થિતિનો સામનો કરવા વિચારો અને માનસિક રીતે મજબૂત હોવું જરૂરી છે પણ વાત જ્યારે પેટ ભરવાના સંઘર્ષની હોય તો આ વાત બહુ કઠિન બની જાય છે. માતા નિરક્ષર અને પિતા માત્ર પ્રાઈમરી પાસ કરેલા હોવા છતાં પોતાની મહેનતના જોરે તેઓ આ હોદ્દા સુધી પહોંચ્યાં.આપને જણાવી દઈએ કે તેમની પાસે 2 વીઘા ખેતી સિવાય જીવનમાં કઈ જ હતું નહીં.

તેમણે ગામની સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો.તેઓ ત્યાં પહેલા શિક્ષક બન્યાં જોકે અહીંથી તેઓ અટક્યાં નહોતાં. ભોજરાલ પટેલે જણાવ્યું કે મે ગરીબી ખૂબ નજીકથી જોઈ છે. એક સમય એવો હતો કે જ્યારે મારે પેટ ભરવાનો સવાલ આવતો અને ઘરમાં અનાજ નહોતું તો મા દાળ અથવા શાકમાં મરચું વધારે નાખતી હતી જેથી ભૂખ ઓછી લાગે અને ઓછા ભોજનમાં જ ભૂખ શાંત થઈ જાય.

આજે ભોજરામ ગામની જે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરીને આગળ આવ્યાં છે તેને મદદ કરે છે.  તેમણે જણાવ્યું કે હું બાળકોને જણાવું છું કે શિક્ષણ એકમાત્ર સાધન છે. ભોજરાલ છત્તીસગઢમાં સીએસપીના પદ પર ફરજ બજાવે છે. અભ્યાસ દરમિયાન ભોજરામ માતા-પિતા સાથે ખેતીમાં પણ મદદ કરતાં હતાં. કોલેજના અભ્યાસ દરમિયાન તેઓ શિક્ષણ સહાયક વર્ગ બેના પદ પર આવ્યાં.  તેમણે શિક્ષક બનીને સ્કૂલમાં ભણાવવાનું શરુ કર્યું અને પછી સિવિલ સેવા પરીક્ષા પર ધ્યાન આપ્યું.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "એક સમયે ઘરમાં એક ટાઇમ ખાવાના પણ ઠેકાણા નહોતા, પણ આજે IPS તરીકે ફરજ બજાવે છે આ પટેલ યુવાન. જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*