ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

આજના સોમવારના દિવસે આ રાશિના જાતકો પર રહેશે ભોળાનાથની કૃપા

મેષ: છેલ્લાં ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી મુક્તિ મળશે. જેથી ઘરમાં સારું વાતાવરણ રહેશે. કોઇ સ્થાને ફસાયેલાં રૂપિયા વસૂલ કરવા માટે સારો ઉત્તમ છે. આજે કોઇપણ પ્રકારની મુસાફરીને ટાળો. આડોસ-પાડોસમાં કોઇ નાની વાતને લઇને મોટો ઝગડો થઇ શકે છે. જેની અસર તમારા પારિવારિક વાતાવરણ પણ પડશે.

મિથુન: કુદરતની વધારે નજીક રહેવું અને ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ કરવો તમારી અંદર પોઝિટિવ ઊર્જાનો વધારો કરશે. તમે સંપૂર્ણ મહેનત અને લગનથી તમારા લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેશો.  થોડો સમય તમારા પરિવાર સાથે પણ વ્યતીત કરો. સંતાનને લગતી કોઇ પરેશાનીમાં તેમની મદદ કરો તથા તેમનું મનોબળ વધારવું તમારી જવાબદારી બને છે.

સિંહ: પારિવારિક તથા સામાજિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું સારું યોગદાન રહેશે. બાળકો તરફથી કોઇ સારા સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ રહેશે.  એ વાતનું ધ્યાન રાખો કે ઘરના લોકો ઉપર તમારું વધારે દબાણ સારું નથી. તેમને તેમની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા પણ આપવાની ફરજ છે.

તુલા: આજે તમે તમારી પ્રતિભા અને બૌદ્ધિક ક્ષમતાના બળે એવો નિર્ણય લેવો પડશે કે તમે પોતે અચંબામાં રહેશો. તમારી સિધ્ધિઓ અને સેવા સુશ્રુષાથી પરિવારના વડીલો પ્રસન્ન થશે.  એ વાતનું ધ્યાન રાખો કે, કોઇ જૂની નકારાત્મક વાતની અસર અત્યારના સમય  ઉપર પડવા દેશો નહીં. તેના કારણે તમારા સંબધ બગડી શકે છે.

ધન: તમારા પોતાના વ્યક્તિત્વ અને વ્યવહારમાં પરિવર્તન લાવવામાં સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવ અને સેવા કાર્ય કરવું ખૂબ જ ઉત્તમ નિર્ણય છે. સાથે જ તમારા પરિવારની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખો. મહેનત પ્રમાણે અત્યારે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં. એટલે તણાવની સ્થિતિ પેદા થશે. ધૈર્ય જાળવી રાખવું.

કુંભ: બાળકની અભ્યાસને લગતી થોડી ભવિષ્ય સંબંધિત લાભદાયક યોજના ફળશે, જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધશે. તમે પણ તમારું ધ્યાન તમારા વ્યક્તિગત કાર્યોમાં લગાવો. મોટાભાગના કાર્યોમાં તમને સફળતા મળવાથી ક્યારેક-ક્યારેય તમે ઈઅહમ અને ઘમંડની ભાવના પેદા થઇ શકે છે. તમારા વ્યવહારને સહજ અને શાંત જાળવી રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en