આમ તો કેમ ઉજવાશે ઘર-ઘર તિરંગા અભિયાન? ભાજપ કાર્યાલય પર ૧૦ રૂ. થી હજાર રૂ. માં વેચાઈ રહ્યા છે ત્રિરંગા

મધ્યપ્રદેશ(Madhya Pradesh): ઘર ઘર તિરંગા અભિયાન(Ghar Ghar Tricolor Campaign) અંતર્ગત ભાજપ હવે સામાન્ય લોકોને પણ તિરંગો(Indian flag) આપશે. મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે ભાજપના પ્રદેશ મુખ્યાલય ખાતે…

મધ્યપ્રદેશ(Madhya Pradesh): ઘર ઘર તિરંગા અભિયાન(Ghar Ghar Tricolor Campaign) અંતર્ગત ભાજપ હવે સામાન્ય લોકોને પણ તિરંગો(Indian flag) આપશે. મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે ભાજપના પ્રદેશ મુખ્યાલય ખાતે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. અહીંથી કોઈપણ વ્યક્તિ ત્રિરંગો ખરીદી શકે છે. બીજેપી(BJP)ના સ્ટેટ હેડક્વાર્ટરના સ્ટોલ પર વેચાણ માટે મુકવામાં આવેલા તિરંગાની કિંમત 10 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની રાખવામાં આવી છે. સામાન્ય લોકોને દેશની આન-બાન-શાન ગણતા તિરંગાને પણ પૈસા આપીને ખરીદવો પડે તો તે શું કામ નું? ભાજપ દ્વારા શરુ કરવામાં આવેલ “ઘર-ઘર તિરંગા અભિયાન” આમ તો કેમ ઉજવાશે?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ સૌથી પહેલા આ સ્ટોલ પરથી 250 રૂપિયાનો તિરંગો ખરીદ્યો હતો. શર્માએ કહ્યું કે, 15 ઓગસ્ટે ઘરે-ઘરે ત્રિરંગો ફરકાવવો જોઈએ. આ અભિયાનમાં ભાજપના કાર્યકરો જોડાયા છે. ભાજપે તમામ 1070 મંડળો પર કેન્દ્રો ખોલવાનો નિર્ણય લીધો છે જેથી કરીને તિરંગો સરળતાથી મળી રહે. ત્યાં તિરંગો સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કોંગ્રેસના પ્રશ્નો
ભાજપ કાર્યાલયમાં તિરંગા વેચાણ કેન્દ્ર ખોલવા પર કોંગ્રેસે નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા નરેન્દ્ર સલુજાએ ટ્વીટ કરીને લખ્યું- “દેશના ઈતિહાસમાં પહેલીવાર મધ્યપ્રદેશ બીજેપીનું ધ્વજ વેચાણ કેન્દ્ર. ત્રિરંગાનું વેચાણ? સરકારી મિલકત, સત્તા માટે અંતરાત્મા સુધી વેચી. હવે આટલું જ બાકી હતું. દેશ વેચ્યો, હવે તિરંગો વેચીશું.”

ભાજપનો જવાબ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં ત્રિરંગા વેચાણ કેન્દ્રની શરૂઆત પર કોંગ્રેસના પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે કહ્યું- ‘કોંગ્રેસ પાર્ટી માનસિક રીતે નાદાર થઈ ગઈ છે અને મૂર્ખતાભર્યા પ્રશ્નો પૂછી રહી છે. કોંગ્રેસ દેશભક્તિની ભાવનાથી પણ રાજકારણ જોઈ રહી છે. જો આ રાજનીતિ હોય તો કોંગ્રેસના લોકોએ પણ આવી રાજનીતિ કરવી જોઈએ.’ વીડી શર્માએ કહ્યું કે, જો કોંગ્રેસના નેતાઓ ઈચ્છે તો તેઓ પોતે આવીને ભાજપના સ્ટોલ પરથી તિરંગો ખરીદી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *