ભુજમાં આવેલો ભુજિયો કિલ્લો યુવાનો માટે છે ફેવરીટ જગ્યા ફરવા માટે…

રજાઓ ગાળવા માટે બહુ વધારે ન વિચારવું જોઈએ, આખરે વધારે કામ કર્યા બાદ તમે પણ આરામ ના હકદાર છો. તો થોડો સમય પોતાની જાત માટે…

રજાઓ ગાળવા માટે બહુ વધારે ન વિચારવું જોઈએ, આખરે વધારે કામ કર્યા બાદ તમે પણ આરામ ના હકદાર છો. તો થોડો સમય પોતાની જાત માટે કાઢો અને કોઈ એવી જગ્યા પર ફરવા જાવ જ્યાં શાંતિ, ઓછી ભીડ અને એવી વસ્તુઓ હોય જે તમને જુના સમય ને પાછો યાદ કરાવે. જી હા જો તમે ઈતિહાસ પ્રેમી છો તો એક ખૂબ જ રસપ્રદ જગ્યાના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં પહાડ, શાંતિ માટે પ્રખ્યાત મંદિર અને જાણવા માટે અદભુત ઇતિહાસ છે.

ગુજરાતના કચ્છમાં ભુજ શહેર આવેલું છે ,જ્યાં આવેલો છે ભુજિયો કિલ્લો. આ કિલ્લો પહાડ ઉપર ખૂબ વધારે ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે. આ કિલ્લામાં ભુજંગ નાગ નું મંદિર આવેલું છે. જ્યાં લોકો દૂર દૂરથી દર્શન તેમજ પૂજા માટે આવે છે. ભુજીયા કિલ્લાનું નિર્માણ પ્રથમ રાવ ગોડજીએ કરાવ્યું હતું. ઇતિહાસકારોનું માનવું છે કે આ કિલ્લાનું નિર્માણ 18મી સદી દરમિયાન થયું હતું. પોતાની ખૂબસૂરતી ને લઈને આજના યુવાનોમાં તે મનપસંદ જગ્યા છે.

બાકી કિલ્લાઓની જેમ ભુજિયો કિલ્લો પણ ઊંચા પહાડ પર બનેલો છે. આ કિલ્લાનું નિર્માણ પોતાના રાજ્યની સુરક્ષા માટે ભુજ ની સીમા ઉપર કરવામાં આવ્યું હતું જેથી આક્રમણકારીઓ થી પોતાના રાજ્યની સુરક્ષા થઈ શકે. ઇતિહાસકારોનું માનવું છે કે આ કિલ્લા ઉપર છ વાર આક્રમણ થયું છે અને અહીંયા થી તે યુદ્ધોને લડવામાં આવ્યા છે. એક વખત કિલ્લા ઉપર આક્રમણ દરમ્યાન દુશ્મનોની સેના થી કિલ્લાને બચાવવા માટે નાગ કબીલાના સરદાર ભુજંગ નાગ સૈનિકો ની મદદ માટે પહોંચ્યા. યુદ્ધમાં ભુજંગ નાગ શહીદ થઈ ગયા. જે સ્થાન પર તેઓ રહેતા હતા તે જગ્યા ઉપર તેમના નામનું મંદિર બનાવવામાં આવ્યું અને તેમના નામ ઉપરથી જ તે જગ્યા નું નામ ભુજ પડ્યું. આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન-પૂજન માટે આવે છે. નાગ પંચમીના દિવસે અહીંયા મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે.

શોપિંગ.

શોપિંગ નું નામ સાંભળતા જ બધા યુવકો ઉત્સુક થઈ જાય છે. ખાસ કરીને હાથી બનાવવામાં આવેલા સુંદર વસ્તુઓ નું શોપિંગ કરવા માટે આ એક શ્રેષ્ઠ જગ્યા છે. અહીંયા તમે હાથ બનાવટની મોજડી, મેટ, પેઇન્ટિંગ જેવા હેન્ડીક્રાફ્ટ ખરીદી શકો છો.

આવી રીતે પહોંચો ભુજ.

ભુજ ગુજરાત રાજ્ય ના શહેરોથી  રોડથી સારી રીતે જોડાયેલું છે. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર છે અને ગાંધીનગરથી ભુજ નું અંતર લગભગ 330 કિલોમીટર છે. રોડ માર્ગથી આ સફરને પૂરો કરવામાં લગભગ છ કલાક લાગે છે. દિલ્હીથી ટ્રેન નો સફર તમે ફક્ત 500 રૂપિયામાં કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *