મોટા સમાચાર: ગુજરાતના નવા મંત્રીમંડળ ખાતાના થઇ ગયા ‘શ્રી ગણેશ’- જાણો ક્યાં મંત્રીઓને કયું ખાતું સોંપવામાં આવ્યું

Published on: 6:11 pm, Thu, 16 September 21

ગુજરાત(Gujarat): રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupedra Patel)ની સરકારના મંત્રીમંડળ(Cabinet)ની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજવામાં આવી હતી. આ શપથવિધિમાં જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યા છે. ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે શપથગ્રહણની વિધિ પૂર્ણ થયા બાદ કેબિનેટ, રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલા મેળવનાર મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ પહોંચી ચુક્યા છે. મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે.

મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને ગૃહ, પોલીસ હાઉસિંગ, આપતી વ્યવસ્થા, રમત-ગમતનું ખાતું સોંપવામાં આવ્યું છે. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને આરોગ્ય વિભાગ મંત્રીનું ખાતું ફાળવવામાં આવ્યું છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પાણી પુરવઠા, કલ્પસર યોજના, નર્મદા જળ સંપતી અને પાણી પુરવઠાનું ખાતું સોંપવામાં આવ્યું છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા શ્રમ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, રોજગાર મંત્રીનું ખાતું ફાળવવામાં આવ્યું છે. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણનું ખાતું ફાળવવામાં આવ્યું છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કૃષિ વિભાગનું ખાતું સોંપવામાં આવ્યું છે.

રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને કાયદા અને મહેસુલી મંત્રીનું ખાતું ફાળવવામાં આવ્યું છે. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીને શિક્ષણ વિભાગનું ખાતું સોંપવામાં આવ્યું છે. પારડીના ધારાસભ્ય કનુ દેસાઇને નાણા અને પેટ્રોકેમિકલ્સનું ખાતું ફાળવવામાં આવ્યું છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને વન પર્યાવરણ અને આદિજાતિ વિકાસ વિભાગનું ખાતું સોંપવામાં આવ્યું છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ખાતું ફાળવવામાં આવ્યું છે. અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમારને સામાજિક ન્યાય અને અધિકારીકતાના મંત્રી બન્યા છે.

લિંબડીના ધારાસભ્ય કિરિટસિંહ રાણાંને વન પર્યાવરણ, કલાઈમેન્ટ ચેંજ, છાપકામ અને સ્ટેશનરી ખાતું સોંપવામાં આવ્યું છે. નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કુટીર ઉધોગ, સહકાર, મીઠા ઉધોગ અને પ્રોટોકોલ સ્વતંત્ર હવાલાનું ખાતું સોંપવામાં આવ્યું છે. વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપવામાં આવ્યો છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ મલમને ઉર્જા રાજ્યમંત્રીનું ખાતું ફાળવવામાં આવ્યું છે. કાંકરેજના ધારાસભ્ય કિર્તી સિંહ વાઘેલાને પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણનું ખાતું સોંપવામાં આવ્યું છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સનું ખાતું ફાળવવામાં આવ્યું છે. મોરવાહડફના ધારાસભ્ય નિમિષા સુથારને આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણનું ખાતું ફાળવવામાં આવ્યું છે.

રાજકોટ દક્ષિણના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોરને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતના મંત્રી બનાવવામાં આવ્યા છે.

ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રીઓના નામ આ પ્રમાણે છે : 
રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમાર, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, લિંબડીના ધારાસભ્ય કિરિટસિંહ રાણાં, પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ.

રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો):
મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા.

રાજ્યકક્ષાનાં મંત્રી:
સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, મોરવાહડફના ધારાસભ્ય નિમિષા સુથાર, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કાંકરેજના ધારાસભ્ય કિર્તી સિંહ વાઘેલા, કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ મલમ, પ્રાંતીજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર,મહુવાના ધારાસભ્ય આર.સી મકવાણા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.