પોલીસના નાક નીચેથી લઇ જવા માંગતો હતો 90 લાખનું સોનું- જાણો કેવી રીતે ખુલી આ મહાશયની પોલ

દેશમાં દાણચોરીની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેમાં તસ્કરો ભારે સુરક્ષા હેઠળ પણ દાણચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ચેન્નાઈ એરપોર્ટ…

દેશમાં દાણચોરીની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેમાં તસ્કરો ભારે સુરક્ષા હેઠળ પણ દાણચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ચેન્નાઈ એરપોર્ટ પર, એક શંકાસ્પદ વ્યક્તિ કસ્ટમ અધિકારીઓના નાક નીચેથી લાખોનું સોનું લઇ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે નિષ્ફળ થયો હતો. જ્યારે તે માણસે ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાની ઉતાવળ બતાવી હતી અને અધિકારીઓને શંકા ગઈ કે અહિયાં કઈક ગડબડ છે.

આ વ્યક્તિ દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં ભારત આવ્યો હતો. જ્યારે કસ્ટમ્સના અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી ત્યારે તે વ્યક્તિ ગભરાવા લાગ્યો અને તે પ્રશ્નોના યોગ્ય રીતે જવાબ આપી શક્યો નહીં. જ્યારે અધિકારીઓને શંકા થઇ અને સખત પૂછપરછ કરી ત્યારે તેણે તેનું નામ મોહમ્મદ અશરફ બતાવ્યું. અધિકારીઓના મતે વ્યક્તિની ઉંમર 21 વર્ષ છે.

શરૂઆતની તપાસમાં અધિકારીઓને કાંઈ મળ્યું ન હતું. જ્યારે કસ્ટમ અધિકારીઓએ તેના પગ તરફ જોયું તો તેમને કેસ શંકાસ્પદ લાગ્યો. તેના પગ પર પટ્ટા બાંધી હતી. મોહમ્મદ અશરફે કહ્યું કે તેના પગમાં ઈજા થઈ છે, તેથી પાટો બાંધવામાં આવ્યો હતો.

અધિકારીઓએ પાટો ખોલવા આ વ્યક્તિને જોર કર્યો હતો ત્યારે તેઓ આશ્ચર્યચકિત પણ થયા હતા. તેણે તેના પગમાં પાટાની આડમાં 1 કિલો 80 ગ્રામ સોનું છુપાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં પુન:પ્રાપ્ત થયેલ સોનાની કિંમત આશરે 90 લાખ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કસ્ટમ અધિકારીઓએ આ સોનું કબજે કર્યું છે. પૂછપરછ દરમિયાન અશરફે જણાવ્યું હતું કે સોનું એરપોર્ટની બહાર એક વ્યક્તિને પહોંચાડવાનું હતું. જ્યારે વ્યક્તિની સખત પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે મોહમ્મદ ઇબ્રાહિમનો ઉલ્લેખ કર્યો જે બહાર હતો. તેમને એરપોર્ટની બહાર કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ અશરફ અને ઇબ્રાહિમ બંનેની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓ તેમની તમામ કડીઓની તપાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *