19 વર્ષ બાદ અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’માં કર્યા ચોંકાવનારા ફેરફારો. જાણો અહીં

169
TrishulNews.com

સૌનો પ્રિય અને ટીવીનો સૌથી વિખ્યાઈત ભારતીય ગેમ શો “કૌન બનેગા કરોડપતિ” (કેબીસી)ની 11મી સીઝનની શરૂઆત થઈ રહી છે. જે 19 ઓગસ્ટના રોજથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે શોમાં દર વખતની જેમ નવી નવી વસ્તુઓ જોવા મળશે. પરંતુ પ્રથમ વખત 19 વર્ષથી શરૂ કેબીસીમાં એક ખુબ મહત્ત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે અને એ છે કેબીસીની આઈકોનિક ટ્યૂન.

કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં તેની આઈકોનિક ટ્યૂન બદલાઈ જશે. રિપોર્ટ અનુસાર, કેબીસીના 19 વર્ષના સફરમાં આ ફેરફાર પહેલીવાર કરવામાં આવશે. કેબીસીની ધૂનમાં જાણીતા મ્યુઝિક કમ્પોઝર અજય-અતુલ ખાસ ટચ આપવાના છે. આ વિષે વાત કરતાં મ્યુઝિક કમ્પોઝર અજય-અતુલે કહ્યું, કેબીસી સાથે જોડાવું અમારા માટે સન્માનની વાત છે.

અજય-અતુલે કહ્યું, “કેબીસીની ટ્યૂનને ખાસ ટચ આપવાની ઓફર અમારી પાસે આવી તો અમે વિચારી નહોતા શકતા કે શું કરીએ. એ જ વિચાર આવતો હતો કે આ ધૂન લાખો-કરોડો લોકોના મગજમાં પહેલાથી જ છે. તેમાં શું ફેરફાર કરી શકીશું. અમે ખુશ છીએ કે, ટ્યૂનમાં અમે કંઈક નવું ઉમેરીશું. ઓર્કેસ્ટ્રાના સ્વર થકી ઓરિજિનલ કેબીસી ટ્યૂનને વધારે શાનદાર બનાવવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે, ઓડિયન્સને જૂની ધૂન ગમી હતી એવી રીતે આ પણ પસંદ આવે.” જણાવી દઈએ કે, મ્યુઝિક કમ્પોઝર અજય-અતુલને મરાઠી ફિલ્મ સૈરાટ દ્વારા ઓળખ મળી.

Loading...

Loading...