વિજય રૂપાણી સરકારે RTO ને લઇ ને લીધા પ્રજાલક્ષી આ મોટા નિર્ણયો : જાણો

ગુજરાતની જનતા નવા ટ્રાફિક નિયમો ને લઈને ખૂબ જ પરેશાન છે. એવામાં વિજય રૂપાણી સરકારે આરટીઓના કામકાજને લઈને થોડી રાહત મળે તેવા પ્રજાલક્ષી નિર્ણયો લીધા…

ગુજરાતની જનતા નવા ટ્રાફિક નિયમો ને લઈને ખૂબ જ પરેશાન છે. એવામાં વિજય રૂપાણી સરકારે આરટીઓના કામકાજને લઈને થોડી રાહત મળે તેવા પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે.

થોડીવાર પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ નિર્ણયો જાહેર કર્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા લેવામાં નવા આવેલા નિર્ણય પ્રમાણે છે.

કાચુ લાયસન્સ આઈ.ટી.આઈ તેમજ પોલીટેકનીક કોલેજમાંથી મેળવી શકાશે.

વિજય રૂપાણીએ જાહેર કર્યું કે ૨૨૧ આઈ.ટી.આઈ તેમજ 29 પોલીટેકનીક કોલેજમાંથી હવે કાચુ લાયસન્સ મેળવી શકાશે. જેથી જે તે સ્થાનિક આરટીઓમાં ધસારો ઓછો થશે. આ નિયમ ૧૫ નવેમ્બરથી અમલમાં આવશે. જેનાથી ગુજરાતના 40 લાખ લોકોને સીધો ફાયદો થશે.

ચેક પોસ્ટ નાબૂદ કરવામાં આવશે.

વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં ૧૬ જેટલી વધારાની ચેક પોસ્ટ નાબુદ કરવાનો નિર્ણય લીધો છે.’25 નવેમ્બર થી સરકારે નાબૂદ કરેલી ૧૬ જેટલી ચેકપોસ્ટ પર વાહન ચાલકે ઊભા રહેવાની જરૂર નહીં રહે. રાજ્યમાં હાલ કાર્યરત અંબાજી, અમીરગઢ, ગુંદરી, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભીલાડ, સોનગઢ વગેરે જેવી ચેકપોસ્ટ બંધ કરાશે.ચેકપોસ્ટ નાબુદ થવાથી પ્રદુષણ પણ ઓછું થશે.

આ ઉપરાંત RC બુક પણ ઓનલાઇન કાઢવી શકાશે.વાહનચાલકો ટેક્ષ અને ફી parivahan.gov.in પર જઈ ઓનલાઇન ચૂકવી શકશે.

આ ઉપરાંત દંડ ની રકમ મશીન થી લેવામાં આવશે.જેનાથી ભ્રષ્ટાચારને રોકી શકાશે અને સમય ની પણ બચત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *