નવરાત્રીને લઈને ગરબા રસીકો માટે આવ્યા મોટા સમાચાર: જાણો મંજુરી મળશે કે નહિ?

ગુજરાત(gujarat): એક મહિના પહેલેથી જ નવરાત્રિ માટે ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા, આરતી, સહિતની તમામ તૈયારીઓમાં શરુ કરવા લગતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર…

ગુજરાત(gujarat): એક મહિના પહેલેથી જ નવરાત્રિ માટે ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા, આરતી, સહિતની તમામ તૈયારીઓમાં શરુ કરવા લગતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર (Festival) નવરાત્રિને (Navratri) મંજૂરી મળશે કે, નહીં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારી (Corona epidemic) ના કારણે તમામની ખુશીઓ પર ફરીથી ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. તે દરમિયાન રાજ્યમાં નવરાત્રિને લઈને મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ખૈલયાઓને સતત બીજા વર્ષે પણ ગરબાથી વંચિત રહેવું પડશે. આ વર્ષે પણ મોટા આયોજકો ગરબાનું આયોજન કરવા મળશે નહીં. જો કે હાલમાં દેશમાં કોરોનાનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આ વર્ષે પણ ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ શક્ય ન હોવાનું આયોજકોએ કહ્યું છે અને ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય તેમ નથી. તેવામાં નવરાત્રી મહોત્સવ ઉજવણીના મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર નિર્ણય લેશે. લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ મળી શકે છે. નવરાત્રીનું આયોજન અમદાવાદની પ્રતિષ્ઠિત કલબોએ રદ્દ કર્યું છે. રાજપથ, કર્ણાવતી સહિતને કલબોએ નવરાત્રીનું આયોજન બંધ રાખ્યું છે. ક્લબમાં હજારો મેમ્બર અને સરકારે જાહેર કાર્યક્રમોમાં 400 લોકોની મંજૂરી આપી છે. ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવું અશક્ય થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરની મોટી ક્લબોમાં ગરબાનું આયોજન કરવામાં આવશે નહીં.

નવરાત્રીમાં શેરી ગરબા માટે છૂટછાટ આપવામાં આવી છે. નવરાત્રીમાં પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. પાર્ટી પ્લોટ, જાહેર મેદાન, કે ક્લબમાં ગરબા માટે છૂટછાટ મળશે નહીં. આરોગ્ય વિભાગ ગાઈડલાઈન આધીન SOP તૈયાર કરવામાં આવશે.

આ અંગે આયોજકોએ કહ્યું છે કે, માસ્ક સાથે ગરબા રમવામાં મુશ્કેલી પડી શકે છે અને મોટા મેદાનમાં ઓછા ક્રાઉડ સાથેનું આયોજન ખુબ મોંઘુ પડે છે. ત્યારે હાલના સમયને ધ્યાનમાં રાખીને દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા થઇ રહી છે. તેવામાં આ ત્રીજી લહેરના આગમન પહેલા કોઈ પણ રિસ્ક લેવામાં આવશે નહીં. મહત્વનું છે કે, ગયા વર્ષે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરવા માટે છૂટ આપવામાં આવી હતી અને 20થી વધુ લોકોને ભેગા ન થવા માટે સ્પષ્ટપણે જણાવ્યું હતું ત્યારે હવે આ વખતે પણ આ પ્રમાણે જ આયોજન કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *