કોરોના વચ્ચે પહેલીવાર PM મોદીએ લીધા રાહતના શ્વાસ, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે આવ્યા મોટા સમાચાર

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અનેક લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ પ્રોજેક્ટને લઈને એક મહત્વની માહિતી મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અનેક લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ પ્રોજેક્ટને લઈને એક મહત્વની માહિતી મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના સમાન અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ લોકડાઉન બાદ ફરી એકવાર પાટે ચડી ગયું છે. લોકડાઉનના કારણે ઠપ્પ થયેલુ બુલેટ ટ્રેનનું કામ ફરી એકવાર ધમધમતું થઈ જતા હવે આ પ્રોજેક્ટને વેગ મળશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ કરનારી કંપની નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આ પ્રોજેક્ટ સંબંધિત તમામ કામની શરૂઆત કરી છે. NHSRCLએ લોકડાઉનમાં રાહત મળવાની સાથે કંપની દ્વારા શરૂ કરાયેલા કામોમાં જમીન સંપાદન. સહમતિ શિબિરનું આયોજન, યુટિલિટી સ્થાનાંતરણ સામેલ છે. લોકડાઉન દરમિયાન કંપની દ્વારા તમામ વિભાગો સાથે સમન્વય સ્થાપિત કરવામાં આવ્યો. જેમાં IRTS અને જાપાની ઇન્ટરનેશનલ કંસલ્ટેંટને પણ સામેલ કરવામાં આવ્યા હતા. લોકડાઉનના સમયગાળામાં NHSRCL તરફથી ત્રણ એક્ટિવ ટેંડર્સ માટે પહેલી વખત ઓનલાઇન પ્રી-બિડ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ..

લોકડાઉન દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યા છે તેથી NHSRCL દ્વારા પણ નિયમોના પાલન સાથે પોતાના દૈનિક કામની શરૂઆત કરી દેવામાં આવી છે. કંપની દ્વારા સુરત અને અમદાવાદમાં યુટિલીટ સ્થાનાંતરણનું કામ ફરી શરૂ કરાયું છે. જ્યારે કે સાબરમતી હબ નિર્માણ સ્થળે ચાલી રહેલા કાર્યમાં ગતિ લાવવામાં આવી છે.

આ પરિયોજના લાગુ કરાવવા વાળી NHSRCLના અધિકારી અચલ ખરેએ જણાવ્યું કે, આ સમગ્ર પરિયોજના માટે અમારે 1380 હેક્ટર જમીનની આવશ્યક્તા છે, જેમાં ખાનગી, સરકારી, વન અને રેલવે જમીન (ગુજરાત અને મહારાષ્ટ્રમાં) સામેલ છે. અમે અત્યારસુધીમાં 622 (45 ટકા) હેક્ટર જમીનનું અધિગ્રહણ કરી લીધુ છે. અમે ડિસેમ્બર 2023ની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યાં છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *