પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવશે?- જાણો શું કહ્યું…

Published on: 12:34 pm, Mon, 6 December 21

ગુજરાત(Gujarat): સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પાટીદાર સમાજના અગ્રણીઓ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સાથે મુલાકાત કરવાના છે. જો કે, ગાંધીનગર(Gandhinagar) ખાતે યોજવામાં આવેલ બેઠક આગાઉ નરેશ પટેલે(Naresh Patel) આડકતરી રીતે રાજનીતિમાં જવાના સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.

નરેશ પટેલે રાજકારણમાં જવાના આપ્યા સંકેત:
પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે મોટું અને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે પાટીદાર સમાજ નક્કી કરશે. રાજકીય નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, પાટીદાર સમાજના મુદ્દાને ધ્યાનમાં લઈને રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.

ભરતસિંહ સાથેની મુલાકાત અંગે આપ્યું મહત્વનું નિવેદન:
કોંગ્રેસના પીઢ નેતા ગણાતા ભરતસિંહ સોલંકી સાથે તાજેતરમાં જ થયેલી મુલાકાત અંગે નરેશ પટેલે જણાવતા કહ્યું હતું કે, અમારા કાર્યોને જોઇને ભરતસિંહને થયું હોય કે હું સન્માન માટે હકદાર છું.

પહેલા શું કહ્યું હતું નરેશ પટેલે ?
અત્રે ઉલ્લેખનીય છે કે, ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી સાથે માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક શરુ થયા હતા. ત્યાર પછી રાજ્યમાં તખ્તો પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં નવા પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati bhupendra patel, gujarat, Naresh Patel, નરેશ પટેલ