રાફેલ મુદ્દે મોદી સરકારને મોટી રાહત :જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે..

સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં દાખલ કરવામાં આવેલી પુન:વિચાર અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અમને આ મામલામાં એફઆઈઆર નોંધવા કે તપાસ બેસાડવાની જરૂર લાગતી…

સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં દાખલ કરવામાં આવેલી પુન:વિચાર અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અમને આ મામલામાં એફઆઈઆર નોંધવા કે તપાસ બેસાડવાની જરૂર લાગતી નથી.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચે લગભગ સવા કલાક અરજીકર્તા અને અડધો કલાક કેન્દ્ર સરકારની દલીલ સાંભળી.

અરજકર્તાઓ તરફથી પ્રશાંત ભૂષણે માંગ કરી કે એફઆઈઆર નોંધાવીને રાફેલ ડીલની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવી જોઈએ.

કેન્દ્ર સરકાર સરકાર તરફથી અર્ટોની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે આ કોઈ રસ્તા કે પુલનો કોન્ટ્રાકટ નથી, પરંતુ રક્ષા સોદો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અવમાનના મામલામાં પણ કોર્ટે ચૂકાદો સુરક્ષિત રાખ્યો.

રાહુલ પર સુપ્રીમ કોર્ટનો ખોટો હવાલો આપીને ચોકીદાર ચોર છે કહેવાનો આરોપ છે.

13મેના રોજ કેન્દ્ર સરકારે રાફેલ સાથે જોડાયેલા દસ્તાવેજ લીક થવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સોગાંદનામું દાખલ કર્યું હતું. તેમાં કેન્દ્રએ દલીલ કરી કે રાફેલ મામલામાં જે દસ્તાવેજોને આધાર બનાવીને પુર્નવિચાર અરજી દાખલ કરી છે, જે ભારતીય સુરક્ષા માટે ખૂબ જ સંવેદનશીલ છે. તે સાર્વજનિક હોવાથી દેશની સુરક્ષા ખતરામાં પડી છે. કેન્દ્રએ કહ્યું- અરજકર્તા યશવંત સિન્હા, અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ સંવેદનશીલ માહિતી લીક કરવાના દોષી છે. અરજકર્તાઓએ અરજીઓની સાથે દસ્તાવેજે લગાવ્યા છે તે બહાર પડ્યા છે, જે હવે દેશના દુશ્મન અને વિરોધીઓ માટે પણ ઉપલબ્ધ છે.

એનડીએ અને યુપીએ સરકાર દરમિયાન રાફેલની કીમત માં કેટલો ફરક ?

કોંગ્રેસનો દાવો છે કે યુપીએ સરકાર દરમિયાન એક રાઈફલ ફાઈટર જેટની કિંમત 600 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. મોદી સરકાર દરમિયાન એક રાફેલ લગભગ 1600 કરોડ રૂપિયાનું પડશે.

રાફેલની કિંમતમાં આટલો ફરક શાં માટે ?

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, યુપીએ સરકાર દરમિયાન માત્ર વિમાન ખરીદવાનું નક્કી કર્યું હતું. તેના સ્પેયર પાર્ટ્સ, હેંગર્સ, ટ્રેનિંગ સિમ્યુલેટર્સ, મિસાઈલ કે હથિયાર ખરીદવાનો કોઈ પ્રાવધાન આ ડ્રાફટમાં સામેલ નથી. ફાઈટર જેટ્સનું મેન્ટેનન્સ ખૂબ જ મોંઘુ હોય છે. મોદી સરકારે જે ડીલ કરી છે, તેમાં તે તમામ બાબતોને સામેલ કરવામાં આવી છે. રાફેલ સાથે મેટિઓર અને સ્કેલ્પ જેવી વિશ્વની સૌથી ખતરનાક મિસાઈલ પણ મળશે. મેટિઓર 100 કિલોમીટર સુધીનો માર કરી શકે છે, જ્યારે સ્કેલ્પ 300 કિમી સુધી સચોટ નિશાન સાધી શકે છે. કોંગ્રેસને એ બાબતે વાધો છે કે આ ડીલમાં ટેકનોલોજી ટ્રાન્સફરનું પ્રાવધાન નથી. પાર્ટી તેમાં એક કંપની વિશેષને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *