મોંઘવારી વચ્ચે રાજ્ય સરકારે આપી મોટી રાહત, રેલ્વે ભાડામાં કર્યો 50% ઘટાડો

મોંઘવારી(Inflation) વચ્ચે રેલ્વે (Railways)એ જનતાને મોટી રાહત આપી છે. ભારતીય રેલ્વે બોર્ડે મુંબઈ (Board of Indian Railways Mumbai)માં એસી લોકલ ટ્રેન (AC local train)ના ભાડામાં…

મોંઘવારી(Inflation) વચ્ચે રેલ્વે (Railways)એ જનતાને મોટી રાહત આપી છે. ભારતીય રેલ્વે બોર્ડે મુંબઈ (Board of Indian Railways Mumbai)માં એસી લોકલ ટ્રેન (AC local train)ના ભાડામાં ઘટાડો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. હવે એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો અડધા ભાડામાં મુસાફરી કરી શકશે.

રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું કે, રેલ્વે બોર્ડે મુંબઈમાં એસી લોકલ ટ્રેનના ભાડામાં 50% ઘટાડો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, ટિકિટનો દર 130 રૂપિયાથી ઘટીને 90 રૂપિયા થઈ ગયો છે. વેસ્ટર્ન લાઇનથી સેન્ટ્રલ લાઇન સુધીનું ભાડું કિલોમીટરના આધારે કાપવામાં આવશે.

લોકલ ટ્રેનને મુંબઈની લાઈફલાઈન કહેવામાં આવે છે. પરંતુ મુંબઈમાં આ દિવસોમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. 26 એપ્રિલે અહીં તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. વધતી ગરમીને કારણે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી એસી લોકલ ટ્રેનની માંગ વધી છે. મોટાભાગના મુસાફરો એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માંગે છે. આવી સ્થિતિમાં મુસાફરોને ટ્રેનમાં બેસવાની જગ્યા નથી મળી રહી.

ડિસેમ્બર 2017માં મુંબઈમાં એસી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ ભારતની પ્રથમ એસી લોકલ ટ્રેન હતી. મુંબઈમાં પ્રથમ એસી લોકલ ટ્રેન બોરીવલી-ચર્ચગેટ રૂટ પર દોડાવવામાં આવી હતી. બાદમાં અન્ય રૂટ પર પણ એસી ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી:
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, મુંબઈમાં એસી લોકલ ટ્રેનની ટિકિટની કિંમત ઘટાડવાની લોકોની માંગ હતી. હવે તેમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે ડીઝલ અને પેટ્રોલના ભાવને લઈને મહારાષ્ટ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *