ભાજપ અને કોંગ્રેસને મોટો ઝટકો: જાણો AAP માં કયા દિગ્ગજ સામાજિક આગેવાનો જોડાયા

ગુજરાત (Gujarat): આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા(Gopal Italia) અને ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) દ્વારા પ્રેસ કોન્ફરન્સ(Press conference)ને સંબોધિત કરવામાં આવી હતી.…

ગુજરાત (Gujarat): આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા(Gopal Italia) અને ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) દ્વારા પ્રેસ કોન્ફરન્સ(Press conference)ને સંબોધિત કરવામાં આવી હતી. આ દરમિયાન રાજવી પરિવારના સભ્ય, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા વિભાગના મંત્રી અને સમાજ અગ્રણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

રાજવી પરિવારના અને ઉટેલિયા સ્ટેટના યુવરાજ સિંહ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે જ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા વિભાગના મંત્રી લતાબેન ભાટિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. શિક્ષણ વિદ અને લોહાણા મહાજન સેવા સમાજના અગ્રણી અને ભુતપૂર્વ પ્રમુખ હિમાંશુ ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગોપાલ ઈટાલીયા અને ઇસુદાન ગઢવી ખેસ અને ટોપી પહેરાવી આમ આદમી પાર્ટીને સ્વાગત કર્યું છે.

યુવરાજ સિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ કહ્યું હતું કે, AAPમાં જોડાવવાનું મુખ્ય કારણ એ છે કે, હું ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું અને એક ખેડૂતનો દીકરો છું. અમે ગ્રામીણ વિસ્તારમાં સારું શિક્ષણની આશા અને અપેક્ષા લઈને બેઠા હતા જે અત્યાર સુધી નથી થયું. જે ગ્રામીણ વિસ્તારમાં પ્રાયમરી એજ્યુકેશનની સાથે સાથે એક હેલ્થ માટે પણ એક આશા અને અપેક્ષા લઈને બેઠા હતા, પરંતુ હજુ સુધી કોઈ કામ થયું નથી.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં સારું પાણી જોઈએ, સારા રોડ જોઈએ. કેજરીવાલ જો દિલ્હીમાં સારું શિક્ષણ, મોહલ્લા કલીનીક અને મેડીકલની સારી ફેસીલીટી આપી શકે, તો ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં સરકાર કેમ નથી આપી શકતી? ગામડાઓનો વિકાસ થાય ગરીબોને સારું શિક્ષણ મળી શકે, સારી હેલ્થ સુવિધાઓ મળી શકે આ બધા વિચારો સાથે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *