માસ્ક ન પહેરનારાઓ માટે હાઈકોર્ટે જાહેર કરેલી સજા મામલે ગુજરાતીઓને સુપ્રીમ રાહત- જાણો શું આવ્યો આદેશ

માસ્કને લઈને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટની રોક લગાવતા ગુજરાતીઓ સહીત ગુજરાત સરકાર અને બેફામ બનીને ફરતા નેતાઓને મોટી રાહત મળી છે. કોવિડ સેન્ટરમાં…

માસ્કને લઈને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટની રોક લગાવતા ગુજરાતીઓ સહીત ગુજરાત સરકાર અને બેફામ બનીને ફરતા નેતાઓને મોટી રાહત મળી છે. કોવિડ સેન્ટરમાં ફરજ બજાવવાની સજા પર સુપ્રીમ કોર્ટે હવે રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટે સરકારને માસ્ક નહીં પહેર્યુ હોય તેમને કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો.

ગુજરાતમાં કોરોના મહામારીને ગંભીરતાથી ના લેનારા લોકોને કોવિડ સેન્ટરમાં સેવા પર રાખવાના ગુજરાત હાઇકોર્ટના આદેશ સંદર્ભે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટ ગઇ હતી. ગુજરાત રાજ્ય સરકારે કોવિડ સેન્ટરમાં ફરજીયાત સેવા પર રાખવાના આદેશ સંદર્ભે અપીલ કરી છે. સોલિસિટર જનરલે આજે જ સુનાવણી કરવાની વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને માસ્ક પહેરનાર, સોશ્યલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું પાલન કરનાર લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન મેડિકલ સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો હતો. હવે હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.  અને આ આદેશ બાદ ભાજપના નેતાઓના નિયમ ભંગના વિડીયો વાઈરલ થયા છે. ત્યારે ગુજરાતીઓના મોઢે ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાત સરકાર પોતાના નેતાઓને બચાવવા માટે સુપ્રીમમાં ગઈ હતી.

ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી. Gujarat રાજ્ય સરકાર વતી એડવોકેટએ કોર્ટને જણાવ્યું હતું કે માસ્ક ન પહેરનાર લોકોને ઝડપી કોવિડ કેર સેન્ટરનો ચલણ આપી શકાય પરંતુ એ વ્યક્તિ કોવિડ સેન્ટરમાં ગયો છે કે કેમ અને ક્યાં ક્યાં હોસ્પિટલમાં કે સેન્ટરમાં તેમને મોકલવા અને અમલવારી અંગે રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકી નથી. માસ્ક ન પહેરનાર લોકોને કોવિડ કેર સેન્ટર મોકલવાના અમલીકરણ માટે વધારાના સ્ટાફની પણ જરૂર પડશે, જ્યારે વર્તમાન સમયમાં મોટાભાગના કર્મચારીઓ જુદી જુદી સેવામાં જોડાયેલા છે. અમે કડક પગલાં લઈ રહ્યાં છે આગામી સોમવાર સુધી સ્થિતિ સુધરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 4થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે, જેને કોમ્યુનિટી સર્વિસ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *