AAPમાંથી રાજીનામું આપ્યા બાદ મહેશ સવાણીએ ભાજપમાં જોડાવવા અંગે કર્યો સૌથી મોટો ખુલાસો

ગુજરાત(Gujarat): ગત રોજ વિજય સુવાળા(Vijay Suvala), નિલમ વ્યાસ પછી હવે સમાજ સેવક અને બિઝનેસમેન ગણાતા એવા મહેશ સવાણી(Mahesh Savani) દ્વારા આમ આદમી પાર્ટી(AAP)માંથી રાજીનામું આપી…

ગુજરાત(Gujarat): ગત રોજ વિજય સુવાળા(Vijay Suvala), નિલમ વ્યાસ પછી હવે સમાજ સેવક અને બિઝનેસમેન ગણાતા એવા મહેશ સવાણી(Mahesh Savani) દ્વારા આમ આદમી પાર્ટી(AAP)માંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. વિજય સુવાળા અને નિલમ વ્યાસ ભારતીય જનતા પાર્ટી(BJP)માં જોડાઇ ચૂક્યા છે. ત્યારે હવે સમાજ સેવક મહેશ સવાણી પણ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ તો નવાઈ નહિ.

ભાજપમાં જોડાવવા અંગે આપ્યું સૌથી મોટું નિવેદન:
મહેશ સવાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તે અંગે સવાલ પૂછતા તેમણે ભાજપમાં જોડાશે તેવી વાતને તેમણે નકારી નહોતી અને કહ્યું હતું કે, તેમણે જ્યાં સેવા કરવાનો મોકો મળશે ત્યાં જોડાઇશ તેવું ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાને લઇને મહેશ સવાણીએ કહ્યું કે, જે સેવા કરતા ઈચ્છતા હશે તેમની સાથે આગામી સમયમાં જોડાઇશ. મને કોઈ પણ પ્રકારના હોદ્દાનો કોઇ મોહ નથી. મને મંત્રી થવાનો પણ કોઈ પણ પ્રકારનો મોહ નથી અને મારે કોઇની પણ સાથે વાદ વિવાદ નથી.

મને કોઈનું ડર કે દબાણ નથી. હું રાજીખુશીથી આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું. મેં છેલ્લા ત્રણ ચાર દિવસથી મનોમંથન કર્યું. મેં ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પ્રકારની બેઠક કે મિટિંગ નથી કરી અને કોઇને પાડી દેવા તેવી ભાવના મારામાં નથી. કોઇના વિશે ખરાબ બોલવું તે મને યોગ્ય લાગતું નથી. તમામે મને સમજાવ્યા અને કહ્યું કે તમે રાજનીતિના માણસ નથી તમે ખોટી જગ્યાએ આવી ગયા છો.

શા માટે આપનો સાથ છોડ્યો?
રાજીનામાનું કારણ આપતા મહેશ સવાણીએ કહ્યું છે કે, તે હવે રાજકારણમાંથી બહાર આવીને સામાજિક સેવા કરશે. મહેશ સવાણીએ વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં હવે હું નથી. હવે હું પૂર્ણ સમય માટે સેવા જ કરતો રહીશ. વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે, જે સારું કામ કરતા હશે તેમની સાથે હું સામાજિક સેવામાં જોડાઇશ. મને હોદ્દાનો કોઈ મોહ નથી હું સેવાનો માણસ છું. વધુમાં કહ્યું છે કે, મારા પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી. મારું શરીર સાથ નથી આપતું. બધા કહેતા હતા કે તમ રાજકારણના માણસ નથી. મારે બધા પક્ષના નેતાઓ સાથે સારા સબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *