ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને વહેંચવામાં આવી રહ્યા છે કોન્ડમ, કારણ જાણીને તમે પણ કહેશો “વાહ”

કોરોના સંકટને કારણે દેશના એક રાજ્યની સરકાર ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા પ્રવાસી શ્રમિકોને કોન્ડમ વહેંચવામાં આવી રહ્યા છે. સરકાર 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવેલા અને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા દરેક શ્રમિકોને કોન્ડમ વહેંચી રહી છે. સરકાર તેમની આ પહેલા દ્વારા રાજ્યમાં જનસંખ્યા નિયંત્રણમાં રાખવા માગે છે.

બિહાર સ્ટેટ હેલ્થ સોસાયટીની સાથે આ પહેલની નિગરાની કરી રહેલા ડૉક્ટર ઉત્પલ દાસે કહ્યું કે, આ સંપૂર્ણ રીતે પરિવાર નિયોજન વિભાગનો આઇડિયા છે. કારણ કે લાખોની સંખ્યામાં લોકો પોતાના ઘરે રહે છે, તેમનામાં કોન્ડમ વહેંચવું ખૂબ જ જરૂરી છે. જેને લીધે રાજ્યની વસતી નિયંત્રણમાં રહેશે. આ કામમાં અમને અમારા હેલ્થ પાર્ટનર કેયર ઈન્ડિયાની પણ મદદ મળી રહી છે.

રાજ્યના હેલ્થ કોર્ડિનેટર દ્વારા રાજ્યના દરેક ક્વોરેન્ટાઈન સેન્ટરમાં પ્રત્યેક વ્યક્તિને કોન્ડમના બે પેકેટ આપવામાં આવી રહ્યા છે. તો આશા વર્કર્સ ગામોમાં જઈ દરેક ઘરોમાં જઈ લોકોને કોન્ડમના પેકેટ વહેંચી રહી છે. અમુક જિલ્લાઓમાં સરકારે પોલિયો સુપરવાઈઝર્સને પણ કોન્ડમ વહેંચવાની જવાબદારી સોંપી છે.

રાજ્ય સરકારનો પરિવાર નિયોજન વિભાગ આ પહેલને મોટા સ્તરે કરવાનું વિચારી રહ્યો છે. ડૉક્ટર ઉત્પલ દાસ અનુસાર, રાજ્યમાં આ કાર્યક્રમ જૂનના મધ્ય સુધી ચાલશે. લગભગ 13 લાખ પ્રવાસી શ્રમિક હજુ પણ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રોકાયા છે. એવામાં સરકાર કોશિશ કરી રહી છે કે દરેકની વચ્ચે કોન્ડમ વહેંચવામાં આવે.

હવે બિહાર સરકાર 15 જૂનથી રાજ્યના દરેક ક્વોરેન્ટાઈન સેન્ટર બંધ કરવા જઈ રહી છે. હમણા રાજ્યમાં લગભગ 5000 ક્વોરેન્ટાઈન સેન્ટર છે, જેમાં 13 લાખ પ્રવાસી શ્રમિક રોકાયા છે. 15 જૂનના રોજ આ પ્રવાસીઓનું 14 દિવસનું ક્વોરેન્ટાઈન ખતમ થઈ જશે. ત્યાર પછી રાજ્યમાં દરેક ક્વોરેન્ટાઈન સેન્ટર બંધ કરી દેવામાં આવશે. તેની સાથે જ બિહાર સરકાર 2 જૂનથી રાજ્યમાં પાછા ફરનારા પ્રવાસીઓનું રજિસ્ટ્રેશન કરવાની સુવિધા પણ બંધ કરી રહી છે. રેલવે સ્ટેશનો પર હવે લોકોની થર્મલ સ્ક્રીનિંગ પણ બંધ થશે. ઉલ્લેખનીય છે  કે, બિહારમાં કોરોના કેસોની સંખ્યા સોમવાર સુધીમાં 3,945 હતી. 2,743 પ્રવાસીઓનો તેમાં સમાવેશ થાય છે. આ પ્રવાસીઓ મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, બંગાળ, તેલંગણા જેવા રાજ્યોમાંથી પાછા ફર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: