આ સ્થળે ફાટ્યું આભ: મેઘરાજાએ 102 વર્ષનો તોડ્યો રેકોર્ડ, અત્યાર સુધી 29ના મોત

બિહાર રાજ્યમાં મેઘરાજાએ 102 વર્ષનો રેકોર્ડ તોડતાં રીતસર આફત વરસાવી હતી. ભારેથી ભારે વરસાદ અને  પૂરના કારણે અત્યાર સુધીમાં 29 વ્યક્તિનાં કરુણ મોત નીપજ્યાં હતાં.…

બિહાર રાજ્યમાં મેઘરાજાએ 102 વર્ષનો રેકોર્ડ તોડતાં રીતસર આફત વરસાવી હતી. ભારેથી ભારે વરસાદ અને  પૂરના કારણે અત્યાર સુધીમાં 29 વ્યક્તિનાં કરુણ મોત નીપજ્યાં હતાં. સડકો સરોવરો જેવી બની હતી. આ ભારેથી અતિભારે વરસાદે આખા રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો.

ચાલુ વર્ષના સપ્ટેંબર મહિનામાં ભારે વરસાદની બાબતમાં નવો રેકોર્ડ સ્થાપિત કરી ગયો તો. છેલ્લાં 102 વર્ષમાં સપ્ટેબરમાં આટલો વરસાદ કદી પડ્યો નહોતો. બિહારના ઓછામાં ઓછા 14 જિલ્લામાં હજુ ભારે વરસાદની આગાહી છે.

અત્યારે આમ પણ જનજીવન ઠપ થઇ ગયું છે. ત્યાં હવામાન ખાતાએ વધુ વરસાદની આગાહી કરીને આમ આદમીને ડરાવો દીધો હતો. સ્થાનિક વહીવટી તંત્રે સ્કૂલ-કૉલેજો બંધ રાખવાનો આદેશ બહાર પાડ્યો હતો.

કેટલાક વિસ્તારોમાં તો દરેક મકાનોનાં પહેલા માળ સુધીના પાણી ભરાઈ ગયા છે. જ્યાં શક્ય હતું ત્યાં લોકો ધાબા પર ચડી ગયા છે. ચારેબાજુ પાણી હોવાથી ખાવાપીવાનાં તેમજ ચા-કૉફી માટે દૂધનાં વલખાં મારી રહ્યા છે. કુદરતની આફત સામે કાળા માથાનો માનવી ખરા અર્થમા લાચાર બની ગયો હતો.

સામાન્ય માણસ તો ઠીક, પણ કદમ કૂવા વિસ્તારમાં રહેતા હાઇકોર્ટના જજ સાહેબના પરિવારને સહીસલામત અન્યત્ર ખસેડવા પડ્યા હતા. પોશ એરિયામાં આવી સ્થિતિ હોય તો નીચાણવાલા વિસ્તારોમાં કેવું હોય એની માત્ર કલ્પના કરવાની રહે છે.

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના બંગલા પાસે એક નાનકડો સમુદ્ર સર્જાઇ ગયો હતો તો ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ શુક્લાના ઘરના પ્રાંગણમાં ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાયાં હતાં. આવા સંજોગોમાં આમ આદમીની પરિસ્થિતિ કેવી થઇ હશે એ સમજી શકાય છે.

મુઝફ્ફરપુર-સીતામઢી રેલવે લાઇન પર પાણી ભરાતાં કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી તો કેટલીક ટ્રેનોને ડાઇવર્ટ કરવી પડી હતી. બિહારમાં એક પણ સડક કે વિસ્તાર એવા નથી જ્યાં ગોઠણ સમાણાં પાણી ન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *