દેશનું ગૌરવ: “ઑક્સિજન મેન” એ અત્યાર સુધીમાં 900થી વધુ લોકોને કોરોનાના મુખમાંથી બચાવ્યા

ભારત દેશમાં કોરોનાના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જેને કારણે પરિસ્થિતિ ખુબ જ વણસતી જઈ રહી છે.પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે કેમ…

ભારત દેશમાં કોરોનાના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જેને કારણે પરિસ્થિતિ ખુબ જ વણસતી જઈ રહી છે.પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે કેમ કે, હાલમાં કોઈ પણ હોસ્પિટલોમાં બેડ ખાલી રહ્યા નથી અને ઓક્સીજન માટે અછત ઊભી થઈ રહી છે. હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈનો પણ એટલી લાગી છે કે, અમુક દર્દીઓતો હોસ્પિટલ પહોચે એ પહેલા જ મૃત્યુ પામી રહ્યા છે.

કોરોનાના આવા કપરા સમયમાં બિહારની રાજધાની ગણાતા પટનામાં ગૌરવ રાય કરીને એક વ્યક્તિ લોકોને મફતમાં ઓક્સીજન પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે દિવસ રાત લોકોની સેવા પણ કરે છે. આ કોરોનાના કાળ દરીમિયાન લોકોની સેવા કરવી એના કરતા મોટો બીજો માનવ ધર્મ શું હોઈ શકે..!

ગૌરવ રાય સવારે પાંચ વાગ્યામાં જ આ સેવા શરૂ કરી દે છે અને તે પોતે જાતે જ આ ઑક્સીજન સીલીન્ડર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. આ ઓક્સીજન સીલીન્ડર પોતાની કાર દ્વારા લઇ જાય છે. આ સેવા માટે તેઓ લોકો પાસેથી એક રૂપિયો પણ નથી લેતા. અને તેઓ સતત એક વર્ષથી પણ વધુ સમયગાળાથી એક દિવસ પણ રજા પાડ્યા વગર તેઓ દિલથી સેવા કરી રહ્યા છે અને તેઓ અત્યાર સુધી 950થી વધારે લોકોને ઓક્સીજનના સીલીન્ડર સેવા તરીકે આપીને ઘણા લોકોના જીવ બચાવી ચૂક્યા છે.

નોંધવા જેવી બાબત તો એ છે કે, ભારત દેશમાં જ્યારે કોરોના વાયરસની પહેલી લહેર શરૂ થઈ ગઈ હતી ત્યારે જ ગૌરવ રાય પોતે કોરોનાના ભરડામાં આવી ચુક્યા હતા અને તે સમયગાળા દરીમિયાન તેમને એક પણ હોસ્પીટલમાં બેડ મળ્યો મ હતો. સાથે તેમનું ઑક્સીજન લેવલ પણ ઘટવા લાગ્યું હતું, અને તે સમય દરીમિયાન ગૌરવ રાયને ઓક્સીજન સીલીન્ડર મળ્યો ન હતો.

આ ઉપરાંત, ગૌરવ રાયની પત્ની કોરોના સંક્રમિત થઈ ત્યારે તમને પણ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ઑક્સીજન મેળવવા માટે 5 કલાક જેટલો સમયગાળો લાગ્યો હતો. આ ઘટના તેમની જીંદગીમાં ટર્નીંગ પોઈન્ટ બની ગઈ, અને ગૌરવ રાય જ્યારે સાજા થઈ ગયા ત્યારે લોકો માટે ઑક્સીજન સુવિધા મફતમાં આપવાનો દ્રઢ નિર્ણય કર્યો.અને આજ દિન સુધી જરૂરી તમામ લોકોને ઓક્સીજનના સીલીન્ડર આપીને કોઈ પણ પ્રકારનો આરામ કર્યા વગર આ સેવા કરી છે.

ગૌરવ રાય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઑક્સીજન માટે એક જ દિવસમાં ચાર હજારથી પણ વધુ ફોન આવી રહ્યા છે પણ અમારાથી થાય એટલી અમે મદદ કરી રહ્યા છીએ.ગૌરવ રાયે સાથે જ જણાવતા કહ્યું છે કે સરકાર તો પોતાની ઊંઘમાં મસ્ત છે. અને આખી સરકારી સિસ્ટમ ફેલ છે.

ઑક્સીજનની અછત સર્જાવાથી અનેક લોકો મોતને ભેટી રહ્યા છે અને કેટલાક દર્દીઓતો હોસ્પિટલ પહોચે એ પહેલા જ મૃત્યુ પામી રહ્યા છે. સરકાર સતત વાતો પર વાતો કરી રહી છે પરંતુ બિહારમાં તો કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કોરોના કાળ દરીમિયાન અમારાથી જેટલી સેવા થઈ શકે એમ છે એટલી કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *