કેમ બાકી પાકવિમો, મંદી ભૂલી ગયા ને? બિનસચિવાલયના પરીક્ષાર્થી આંદોલનકારીઓ શું કહે છે જાણો અહી

Published on Trishul News at 4:54 PM, Fri, 6 December 2019

Last modified on March 17th, 2021 at 12:50 PM

પરીક્ષાર્થીઓના આંદોલનને જે રીતે મોડે મોડે સળગાવવા માટે કોઈ એક પક્ષના હિત ધરાવતા વિદ્યાર્થી ન હોવા છતાં  નેતા બનીને જે રીતે ગઈકાલે પાછલા બારણે કહેવાતા નેતા પોલીસ પ્રોટેક્શન સાથે મેદાન માંથી ભાગતા જોઇને આ આંદોલન ઉભું કરનાર નેતાઓના ચહેરા ખુલ્લા પડી ગયા છે, ત્યારે આ આંદોલનમાં આવા નેતાઓ શા માટે કુદ્યા હશે તેનો અંદાજ એક પરીક્ષાર્થી જ લગાવી શકે. ત્યારે અમુક વિદ્યાર્થીઓએ આ આંદોલન બાબતે ખુલ્લા મને ચર્ચા કરી જેના અમુક અંશ દરેક ગુજરાતીએ જરૂર વાંચવા જોઈએ.

ગઈકાલે બપોરથી ગાંધીનગરમાં એકઠા થયેલા પરીક્ષાર્થીઓને એક નેતા મળ્યો જે સાંજ સુધીમાં પોલીસને સાથે રાખીને ક્યાંક ગાયબ પણ થઈ ગયો, પરંતુ આ નેતા ને શું કોઈ એવા વ્યક્તિએ સૌરાષ્ટ્રથી આયાત કર્યો હતો કે સરકાર સાથે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને લોલીપોપ ચગળવા લાગ્યો. આ નેતા મોટા ઉપાડે લોલીપોપ ન લેવાની વાતો કરતો હતો અને સાંજ સુધીમા બિસ્કીટનું પેકેટ લઈને ક્યાંક ગુમ પણ થઈ ગયો. બપોરે હાર્દિક પટેલ આવ્યો ત્યારે અમને કહેવામાં આવ્યું કે તે કોંગ્રેસી તરીકે આવે છે અને અમારી પાસે હુરિયો બોલાવડાવ્યો. સંજય રાવલ પોતાની TRP કરવા આવેલ છે, તેનો પણ હુરિયો બોલાવડાવ્યો, પણ અમે હવે પસ્તાયા છીએ કે કોઈ ખોટા નેતાની ઉશ્કેરણીને લીધે અમે હવે હેરાન થઈશું.

એક કવિ પરીક્ષાર્થીએ તો શાયરાના અંદાજમાં કહ્યું કે,

હમ નહી ઝુકેંગે અબ, તુજકો હી ઝુકાયેંગે,
હક્ક હમારા નહી મિલા તો, ઘર ભી નહી જાએંગે.

જીગ્નેશ મેવાણીએ પણ ટવીટર ના માધ્યમથી કહ્યું કે “આંદોલન રસ્તા પર થાય, સરકાર જોડે બંધબારણે મિટિંગ કરી ના થાય. એમની જોડે પ્રેસ કોન્ફરન્સ કરીને કોઈને ન્યાય ના મળે. આને વિદ્યાર્થીઓને મૂર્ખ બનાવ્યા કહેવાય. વર્ષોથી પ્રજા માટે રસ્તાઓ પર અને વકીલ તરીકે કોર્ટમાં લડ્યો છું પણ ક્યારેય આવી સાંઠગાંઠ નથી કરી.”

સ્વાભાવિક છે કે આ પ્રકારના આંદોલનો સરકાર વિરુદ્ધ જ હોય છે. તેથી સૌપ્રથમ સમર્થન વિરોધ પક્ષ જ કરતું હોય છે. પરંતુ સવારના ઉગેલા નેતાએ વિપક્ષનું સમર્થન નહી લઈએ તેવી વાત કરીને આંદોલનને પોતાના હાથમાં રાખવાનો પ્રયાસ કર્યો જે સાંજ સુધીમાં વિખેરાય પણ ગયો.

પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસના નેતાઓએ પુરાવા બહાર પાડ્યા, પરીક્ષાર્થીઓએ કેટલાય અરજી સાથે પુરાવા આપ્યા તો પણ તપાસ શેની? તપાસ નું ખરેખર કોઈ પરિણામ આવવાનું છે? શું આ કૌભાંડ પાછળ રહેલા અધિકારી અને નેતાઓ પાક્વીમા, મંદી જેવા મુદ્દાથી ભટકાવીને નેતાઓ સાથે સાઠગાંઠ કરીને વિદ્યાર્થીઓને ઉંઠા ભણાવવા માંગતા હતા? પરંતુ મોડી રાત્રે આંદોલન સ્થળે પહોચેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલીયાએ અટવાયેલા પરીક્ષાર્થીઓને સંબોધ્યા હતા અને ભાગેડુ નેતાએ અધવચ્ચે છોડેલી લડાઈની આગેવાની લીધી હતી.

-વંદન ભાદાણી

About the Author

Vandankumar Bhadani
Vandankumar Bhadani- Journalist and Bachelors of computer application is the founder of Trishul News. Trishul News called as trishulnews.com was established in the year 2017 to create awareness among the people through rumours and fake news. At present, Trishul News has more than 9 million readers per month in 60 countries of the world including Gujarat and India. talk about social presence in Facebook, there are more than five lakh followers on the Facebook page.

Be the first to comment on "કેમ બાકી પાકવિમો, મંદી ભૂલી ગયા ને? બિનસચિવાલયના પરીક્ષાર્થી આંદોલનકારીઓ શું કહે છે જાણો અહી"

Leave a comment

Your email address will not be published.


*