બોલિવૂડની આ અભિનેત્રીને નથી મળી રહ્યું કામ, હવે આવી ફિલ્મો માટે કરી રહી છે ટ્રાય

વર્ષ 2009માં બિપાશા બસુ એ બંગાળી ફિલ્મ શોબ ચરિત્રો કાલ્પનિક માં કામ પણ કર્યું હતું. જે ફિલ્મ તેની અત્યાર સુધીની માત્ર એક બંગાળી ફિલ્મ હતી.…

વર્ષ 2009માં બિપાશા બસુ એ બંગાળી ફિલ્મ શોબ ચરિત્રો કાલ્પનિક માં કામ પણ કર્યું હતું. જે ફિલ્મ તેની અત્યાર સુધીની માત્ર એક બંગાળી ફિલ્મ હતી. તે ફિલ્મમાં તેના કામની પ્રશંસા પણ ખૂબ જ વધુ કરવામાં આવી હતી.

બોલિવૂડની લોક પ્રખ્યાત એક્ટર માંથી એક બિપાશા બાસુ ઘણા સમયથી હિન્દી ફિલ્મોમાં જોવા મળી રહી નથી. વર્ષ 2016માં એક્ટર કરણસિંહ ગ્રોવર ના લગ્ન પછી બિપાશા બોલીવુડના કોઈપણ પ્રોજેક્ટ માં જોવા મળી નથી. હવે જાણવા મળ્યું છે કે બિપાશા બોલિવૂડમાં પરત આવવાના બદલે બંગાળી સિનેમા ઘર માં એન્ટ્રી કરવાની યોજના બનાવી રહી છે. કેમ કે તેને કોઈ બોલીવુડ ડીરેક્ટર કામ ઓફર કરી રહ્યા નથી.

વર્ષ 2019 માં બિપાશા બંગાળી ફિલ્મ”સોબ ચરિત્રો કાલ્પોનિક”મા કામ કરી ચૂકી છે. આ ફિલ્મ તેની અત્યાર સુધીની પહેલી બંગાળી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેના કામની પ્રશંસા પણ ખૂબ જ વધુ કરવામાં આવી રહી હતી.

હિન્દુસ્તાન ટાઈમની એક વાતચીત દરમ્યાન બિપાશાએ જણાવ્યું છે કે, હું માત્ર બંગાળી ફિલ્મોમાં કામ કરવા માંગુ છું. પહેલા બંગાળી ફિલ્મોમાં કામ કરી શકતી ન હતી. કારણકે હું મારા કરિયર માટે શરૂઆતમાં બહુ જલ્દી થી મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. અને અહીંયા ફિલ્મો અને મોડેલિંગ માં વ્યસ્ત રહેવા લાગી હતી. ત્યારે મારી પાસે અન્ય કામ કરવાનો સમય ખૂબ જ ઓછો હતો.

બિપાશાએ કહ્યું છે કે, મેં મારા ઘણા કામો ની વચ્ચે બેલેન્સ કરવાની પણ કોશિશ કરી હતી. અને મારી પાસે કંઈક એવા પ્રોજેક્ટો પણ હતા જે મારે ફરજિયાત કરવાના હતા. આ પ્રોજેક્ટ કરવામાં જ બંગાળ નું સિનેમાઘર મારાથી દૂર રહ્યું હતું.

બિપાશાએ જણાવ્યું કે તેની બંગાળી ફિલ્મ સોબ ચરિત્રો કાલ્પનિક ના કો-સ્ટાર પ્રોસનજીત સાથે તેની ખૂબ જ સારી મિત્રતા પણ બનેલી છે. થોડા સમય પહેલા જ તેણે મને બંગાળી ફિલ્મમાં ફરી એકવાર કામ કરવા માટે પૂછ્યું હતું. તે સમયે બિપાશાએ કહ્યું હતું કે,અમે અત્યારે હાલમાં પણ બંને એકબીજા સાથે વાતચીત કરીએ છીએ. અને મેં કહ્યું કે હા, કેમ નહીં. હું ફિલ્મમાં કામ કરવા માંગુ છું. મેં તમને જણાવ્યું કે મને એક સરસ ડાયરેક્ટર બતાવો. તેણે મારી મદદ કરવા માટે વાદો કર્યો છે.

બિપાશા નું માનવું છે કે બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ખૂબ જ વધુ કામ થઇ રહ્યું છે. બિપાશા દ્વારા કહેવાયું છે કે બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાતો,પ્રેઝન્ટેશન અને એક્ટર ખૂબ જ કમાલના છે. કોલકત્તા થી મારા દોસ્તો અને મારા પરિવાર લોકો તેના વિશે ઘણી વખત કહેતા રહ્યા છે.

જણાવી દઈએ કે બિપાશા બસુ છેલ્લી વખત 2015માં આઈ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો હતો. ત્યારબાદ એક્ટર કરણસિંહ ના લગ્નમાં જોવા મળી હતી. અને પછી કોઈપણ બોલિવુડ પ્રોજેક્ટ માટે સામેલ થયેલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *